Botad : બોટાદ શહેરમાં ભાવનગર રોડ ઉપરથીં ડુપ્લીકેટ તેલ બનાવતી ફેકટરી ઝડપાઇ છે.  આ ફેક્ટરીમાં કેમિકલ ભેળવી ડુપ્લીકેટ તેલ બનવવામાં આવતું હતું. રાજ પ્રોટીન નામની ફેકટરીમાં ડુપ્લીકેટ તેલ બનાવવાનો કારસો ચાલી રહ્યો હતો. 


બોટાદ પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ભાવનગર રોડ પર આવેલી આ તેલ ફેક્ટરીમાં રેડ પાડી હતી. આ ફેક્ટરીમાં તેલના 7 ટાંકા હતા. આ 7 સ્ટોરેજમાં તાપસ કરતા કેમિકલ ભેળવી સિંગતેલ બનાવતા હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કેમિકલનો ઉપયોગ કરી સોયાબીનમાંથી સીંગતેલ બનાવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયૉ છે. 


પોલીસે  ફૂડ  વિભાગને બોલાવી આ તેલના સેમ્પલ લેવડાવ્યા હતા અને સાથે 15 કિલોગ્રામના 25 ડબ્બા  અને કેમિકલની ત્રણ બોટલમળી કુલ 84098 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 


ડૂબી જવાથી પિતા સાથે બે બાળકોના મોત 
રાજકોટમાં ચેકડેમમાં ડૂબી જતાં ત્રણ લોકોના મોતને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે. આ દુર્ઘટનામાં પિતા અને બે પુત્રોના મોત નિપજ્યા છે. પત્નીની નજર સમક્ષ પતિ અને બે પુત્રોના મોત નિપજ્યા છે. ચેક ડેમ ક્રોસ કરતા સમયે બન્યો બનાવ. બંને બાળકોને પિતાએ ખભે બેસાડ્યા હતા. પિતાનો લગ લપસતાં બને પુત્રો સાથે ચેકડેમમાં થયા ગરકાવ.


આ અંગેની વધુ વિગત એવી છે કે, પડધરી તાલુકાના જીલરીયા ગામની સીમમાં આવેલા ચેકડેમમાં આ દુર્ઘટના ઘટી છે. વશરામભાઈ પ્રેમજીભાઈ બુસાની વાડીમાં કામ કરતા મધ્યપ્રદેશના મદનભાઈ (ઉં.વ.35) તેમના બે અને 5 વર્ષની ઉંમરના બાળકોને ખભે ઉંચકીને ચેકડેમ પસાર કરવા જતાં આ દુર્ઘટના ઘટી હતી અને ત્રણેયના મોત નીપજ્યા છે. એક વાડીથી બીજી વાડી તરફ જતા સમયે આ દુર્ઘટના ઘટી હતી. ત્રણેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.