લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 36 પર પહોંચ્યો છે.  બોટાદમાં  25 અને ધંધુકામાં 11 લોકોના મોત થયા છે. આ સાથે 87 લોકો સારવાર હેઠળ છે.  લઠ્ઠાકાંડમાં મુખ્ય આરોપી જયેશની પીપળજથી ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ 600 લીટર કેમિકલ પૂરું પાડ્યું હતું. બોટાદ જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડ મામલે બોટાદ જિલ્લા પોલીસવડા કરણરાજ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, લઠ્ઠાકાંડનો પ્રથમ કેસ રોજિદ ગામમાં સામે આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસની 10થી વધુની ટીમો બની ગઈ હતી. પોલીસે સરપંચ અને હેલ્થની ટીમને સાથે રાખી આસપાસના ગામોમાં તપાસ કરી હતી. 


4 પાપીઓના કારણે લઠ્ઠાકાંડ સર્જાયો હતો. અમદાવાદના જયેશે જ સંજય, પિંટુ અને અજીત કેમિકલ  આપ્યું હતું. ત્રણ શખ્સ વચ્ચે 600 લીટર કેમિકલની વહેંચણી કરાઈ હતી.  બોટાદ જિલ્લા પોલીસ વડાએ આ માહિતી આપી છે.  લઠ્ઠાકાંડમાં એક મહિલા બુટલેગર ગજૂબેનની પણ  ધરપકડ કરવામાં આવી છે. 


રોજિદ ગામમાં ગજુબેને કેમિકલ પોતે લોકોને આપ્યું હતું. આ કેમિકલ ગજુબેને પીન્ટુ અને લાલ પાસેથી ખરીદ્યું હતું.  બરવાળા અને રાણપુરમાં પોલીસ મથકમાં આરોપીઓ સામે ફરીયાદ નોંધાઈ છે. પોલીસે અલગ અલગ 21 જેટલા લોકોની પૂછપરછ ચાલુ કરી છે. બરવાળાની ફરિયાદમાં 13માંથી 7 આરોપીની ધરપકડ અને રાણપુરમાં 11 લોકો સામેની ફરિયાદમાંથી 6 લોકોની ધરપકડ કરી છે. આ કેમિકલ માંથી કોઈ દારૂ બનાવાયો નથી. કેમિકલ સીધો પાણીમાં નાખી પીવામાં આવ્યું હતું.


મૃતકોના વિસેરા અને બ્લડ સેમ્પલ તપાસ માટે જૂનાગઢ અને ગાંધીનગર મોકલાયા છે. રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.  FSLની ટીમ પણ તપાસ  કરી રહી છે.  આ કેસમાં અત્યાર સુધીમાં 21 લોકોને રાઉંડ અપ કરાયા છે.


મિથેનોલ સપ્લાય કરનાર જયેશની ધરપકડ કરી લેવામાં આવી છે. કેટલા સમયથી આ મિથેનોલ દારૂની જગ્યાએ મિશ્રણ કરીને આપવામાં આવતો હતો. તેની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. લઠ્ઠાકાંડમાં મિથેનોલ પીવાથી એક બાદ એક મોત થઈ રહ્યા છે. અમદાવાદના પીપળજ પાસેની ફેક્ટરીમાંથી મિથેનોલ લઈ જવા માટે લોર્ડિગ ટેમ્પો એક જગ્યાએ પેટ્રોલ ભરાવવા ઉભો રહ્યો હતો. જેનાના સીસીટીવી સામે આવ્યા છે.