ગાંધીનગર: ગુજરાત સહિત અનેક રાજ્યમાં હાલમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. SIRની કામગીરી શિક્ષકો દ્વારા કરવામાં આવી રહી છે. SIRની કામગીરીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શિક્ષકોની મુશ્કેલીઓને લઈ રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. શિક્ષકોનું ભારણ ઘટાડવા સરકાર કેટલાક મહત્વના નિર્ણયો લઈ શકે છે.
ટેકનીકલ બાબતોના જાણકારની મદદ લેવાશે
SIRની કામગીરી કરતા શિક્ષકોની વ્હારે ભૂપેંદ્રભાઈ પટેલની સરકાર આવી છે. SIRની કામગીરીમાં વિવાદ વધતા રાજ્ય સરકારે દરમિયાનગીરી કરી છે. શિક્ષકો પરનું ભારણ ઘટાડવા ચૂંટણીપંચ દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવશે. ભરાયેલા ફર્મના ડિજિટલાઇઝેશન અંગે ટેકનીકલ બાબતોના જાણકારની મદદ લેવામાં આવશે. મોડી રાત્રિની કામગીરીમાંથી મહિલા શિક્ષકોને રાહત આપવામાં આવી શકે છે.
BLOને મદદરૂપ થવા સરકાર સહાયક આપશે
આ સિવય ડેટા એન્ટ્રી માટે ટેકનિકલ બાબત જાણતા લોકો શિક્ષકોના સહાયક બનશે. મહેસૂલ, પંચાયત, મહાપાલિકા અને નગરપાલિકાના કર્મચારીઓ BLO ના સહાયક તરીકે ફાળવાય તેવી શક્યતા છે. BLOને મદદ રૂપ થવા સરકાર સહાયક આપશે. ફોર્મ અપલોડ કરવા માટે ટેક્નિકલ જાણકાર પૂરા પડાશે. આ સિવાય મોડી રાત્રીની કામગીરી કરવામાંથી મહિલા BLOને મુક્તિ અપાઈ શકે છે. શિક્ષકોનું ભારણ ઘટાડવા ચૂંટણી પંચ નિર્ણય જાહેર કરશે.
SIR શા માટે મહત્વનું છે?
ચૂંટણી પંચનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીને સંપૂર્ણપણે ક્ષતિરહિત બનાવવાનો છે. SIR ઝુંબેશ દરમિયાન, BLO ઘરે-ઘરે જઈને મતદારોની ખરાઈ કરે છે, નકલી કે ડમી મતદારોને દૂર કરે છે અને વિગતોમાં જરૂરી સુધારા કરે છે. જો તમે BLO ને ફોર્મ ભરીને આપી દીધું હોય, તો પણ એક જાગૃત નાગરિક તરીકે તે ઓનલાઇન અપડેટ થયું છે કે નહીં તે ચકાસવું તમારી જવાબદારી છે.
BLO એ ફોર્મ ભર્યું છે કે નહીં? આ રીતે કરો ચેક
તમારું ફોર્મ ઓનલાઇન સબમિટ થયું છે કે કેમ તે જાણવા માટે નીચે મુજબના સરળ સ્ટેપ્સ ફોલો કરો:
વેબસાઇટની મુલાકાત: સૌથી પહેલા તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં ચૂંટણી પંચનું સત્તાવાર પોર્ટલ voters.eci.gov.in ઓપન કરો.
SIR સેક્શન: હોમપેજ પર તમને 'Special Intensive Revision (SIR) – 2026' નો વિભાગ દેખાશે. ત્યાં 'Fill Enumeration Form' વિકલ્પ પર ક્લિક કરો.
લોગઈન કરો: અહીં તમારે તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, ઈમેલ આઈડી અથવા EPIC (ચૂંટણી કાર્ડ) નંબર નાખવાનો રહેશે. કેપ્ચા કોડ ભરીને 'Request OTP' પર ક્લિક કરો. આવેલો OTP નાખીને 'Verify & Login' કરો.
વિગતો શોધો: લોગઈન થયા બાદ ફરીથી 'Fill Enumeration Form' પર ક્લિક કરો, તમારું રાજ્ય પસંદ કરો અને તમારો મતદાર ઓળખ કાર્ડ નંબર (EPIC No) દાખલ કરીને 'Search' બટન દબાવો.