દ્વારકા:  ભાણવડનાં ગુંદા ગામની વાડી વિસ્તરમાં ઇલેક્ટ્રિક  શોર્ટ લાગતાં મજૂર પરિવારના પુત્ર અને પુત્રીના મોત થયા છે.   આ પરિવાર બહારના રાજ્યનાં હોવાનું જાણવા મળ્યું છે.  બંનેનાં મૃતદેહને ભાણવડ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યા છે.



 


ભાણવડ તાલુકાનાં ગુંદા ગામે વિજશોક લાગતા પર પ્રાંતીય મજૂરના પુત્ર પુત્રીનું મોત થયું છે.  ભાણવડ તાલુકાના ગુંદા ગામની સીમમાં ઓરડીનો દરવાજો ખોલતા ભાઈ-બહેનને કરંટ લાગતા ભાણવડ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. 


ફરજ પરના ડોક્ટરે બંને બાળકોને મૃત જાહેર કર્યા છે. મૃત્યુ પામનાર પુત્રી પ્રિયંકાની ઉંમર અંદાજે 12 વર્ હતી જ્યારે  પુત્રની ઉમર અંદાજે 15 વર્ષ હતી.  દીકરા- દીકરીના મૃત્યુથી મજૂર પરિવારમાં શોકનો માહોલ છે.    


મુંબઈ-આગ્રા હાઈવે પર ભયાનક અકસ્માત


મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર ગામ પાસે એક ભયાનક અકસ્માત થયો છે. બ્રેક ફેઈલ થઈ જતા કન્ટેનર હોટલ સાથે અથડાઈને ભયાનક અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 12 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. આ ભયાનક અકસ્માતમાં 15થી 20લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 






મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર ગામ મધ્યપ્રદેશની સરહદે આવેલું છે. આ અકસ્માત આ ગામ પાસે બપોરે 12 વાગ્યાની આસપાસ થયો હતો. એક કન્ટેનર હાઈવે પર જઈ રહ્યું હતું ત્યારે તેની બ્રેક ફેઈલ થઈ ગઈ અને તે સીધું હોટલમાં ઘુસી ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 15 થી 20 લોકો ઘાયલ થયા હતા. હાલ અકસ્માત સ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.


કન્ટેનરની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી


પ્રાથમિક માહિતી મુજબ હાઈવે પરથી પસાર થઈ રહેલા કન્ટેનરની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી અને તે સીધું જ રોડની બાજુની હોટલમાં ઘૂસી ગયું હતું. આ પહેલા આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ કચડાઈ જવાથી મોત થયા હતા. જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 12 થયો છે. અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. ઘાયલોની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.






Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial