કોડીનારઃ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં રખડતા સાંઢનો આતંક સામે આવ્યો છે. કોડીનારનાં કોંગી ધારાસભ્યની ઓફીસ સામેની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રસ્તા પર જઈ રહેલા રાહદારીને આખલાએ ઉલાળ્યા હતા. જેને કારણે રાહદારીને માથાના ભાગે ગંભીર ઇજા થઈ છે.


આખલાએ ઉલાળતા રાહદારીને કોડીનાર બાદ વેરાવળ સારવાર અર્થે ખસેડાયા છે. ધારાસભ્યની ઓફીસ આસપાસ અનેક આંખલાઓનાં રહે છે. આખલાને કારણે રાહદારી અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે. છેલ્લા ત્રણ મહિનામાં આ બીજી ઘટના સામે આવી છે.



આખલાએ વ્યક્તિની પાછળ જઈને હવામાં ઉલાળ્યા.


આખલાએ ઢીક મારતા રાહદારી ઉંધે માથે નીચે રોડ પર પટકાયા. 


આખલાએ પાછળ જઈને રાહદારીને ઉડાવ્યા. 


રાહદારીની પાછળ આખલાએ જઈને બનાવ્યા શિકાર.