અમરેલીઃ રાજુલાના કોવાયા ગામની બજારમાં શિકારની શોધમાં આવી ચડેલા સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગત મોડી રાત્રીના સમયે સિંહે ગામની બજારમાં કૂતરા પાછળ દોટ મૂકી હતી. ગામની નાની બજારમાં શિકારની શોધમાં સિંહ આવી ચડ્યો હતો.


ગામમાં સિંહ આવી ચડવાની ઘટનાથી ગામના પશુઓમાં દોડધામ મચી હતી. સિંહને જોઈને ગામની બજારોમાં કૂતરાઓ પણ દોડાદોડી કરી મૂકી હતી. સ્થાનિક વ્યક્તિ દ્વારા મોબાઇલમાં ઉતારેલો વીડિયો વાયરલ થયો છે.