Gujarat Weather Update: ગુજરાતમાં હજુ પડશે ગાત્રો થીજાવતી ઠંડી, નલિયામાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Dec 2020 07:53 AM (IST)
નલિયામાં છેલ્લા ૧૦ વર્ષમાં ડિસેમ્બરમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. નલિયામાં એક જ દિવસમાં ઠંડીનો પારો ૬ ડિગ્રી ઘટીને 2.5 ડિગ્રી થયો હતો.
ગાંધીનગર: રાજ્યમાં ઉતરપૂર્વના પવન ફૂંકાવાથી ઠંડીનો પારો વધુ ગગડશે. લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. સુસવાટા મારતા પવનોના કારણે હાડ થિજવતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યમાં હજુ ત્રણ દિવસ ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી છે. 20 ડિસેમ્બરથી અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. નલિયામાં છેલ્લા ૧૦ વર્ષમાં ડિસેમ્બરમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. નલિયામાં એક જ દિવસમાં ઠંડીનો પારો ૬ ડિગ્રી ઘટીને 2.5 ડિગ્રી થયો હતો. આ પહેલા ૨૮ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ ૨.૬ ડિગ્રી, ૧૫ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ ૨.૬ ડિગ્રી, ૧૧ ડિસેમ્બરના રોજ ૨૦૧૦ ૩.૨ ડિગ્રી, ૨૫ ડિસેમ્બર ૨૦૧૧ના રોજ ૩.૨ ડિગ્રી, ૨૮ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ૩.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના 12 શહેરમાં 13 ડિગ્રીથી નીચે લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 9.8 અને ગાંધીનગરમાં 11.2 ડિગ્રીએ ઠંડીનો પારો પહોંચ્યો છે. પહાડી રાજ્યોમાં સતત થઈ રહેલી હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીએ વધી રહી છે ડિસેમ્બર મહિનામાં અમદાવાદ શહેરમાં શિયાળાએ મિજાજ બતાવ્યો છે. શહેરમાં 13.6 ડિગ્રીએ લઘુત્તમ તાપમાન પહોંચ્યું છે. કંડલામાં 9 ડિગ્રીએ ઠંડીનો પારો પહોંચ્યો છે. ભુજમાં 10.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.