ગાંધીનગર: મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.  2 મહાનગરપાલિકાની 3 બેઠકો અને 18 નગરપાલિકાની 29 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે. 


6 ઓગસ્ટે પેટાચૂંટણી માટે મતદાન યોજાશે.  17 જૂલાઈએ જાહેરનામું  પ્રસિદ્ધ થશે. 17 જૂલાઈથી જ ઉમેદવારી પત્રો ભરાશે. 22 જૂલાઈ સુધી  ઉમેદવારી પત્રો ભરી શકાશે.  24 જૂલાઈએ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે.  25 જૂલાઈ ઉમેદવારી પત્રોની છેલ્લી તારીખ રહેશે.  


સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 20 ની એક બેઠક , રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 15ની બે બેઠકો માટે 6 ઓગસ્ટે મતદાન  થશે. 


Rajyasabha Election: વિદેશમંત્રી એસ જયશંકરે ગુજરાતમાંથી રાજ્યસભા માટે બીજી વખત નોંધાવી ઉમેદવારી


ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી થઈ રહી છે ત્યારે કેન્દ્રિય ચૂંટણી પંચે 27મી જૂને રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. ભાજપના ત્રણ સાંસદોની ટર્મ 18મી ઓગષ્ટના રોજ પૂર્ણ થઈ રહી છે ત્યારે ત્રણ બેઠકો માટે ચૂંટણી આગામી 24મી જૂલાઈએ યોજાશે. જેના માટે આજે એસ. જયશંકર બપોર ઉમેદવારી ફોર્મ ભર્યું.  ઉમેદવારો માાટે 13મી જૂલાઈએ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ રહેશે. ફોર્મ ભરાયા બાદ 14મી જૂલાઈએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 14મી જૂલાઈએ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે.


ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે આાગમી 24મી તારીખે ચૂંટણી યોજાશે.  એસ. જયશંકરે બીજી વખત ગુજરાતમાંથી રાજ્યસભા ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે રાજ્યસભામાં એસ જયશંકરને રિપિટ કર્યા છે. રાજ્યસભાની 24મી તારીખે ચૂંટણી પૂર્ણ થયા બાદ તે દિવસે જ પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતની ત્રણ બેઠક સહિત રાજ્યસભાની કુલ 10 બેઠકો માટે 24મી જૂલાઈએ ચૂંટણી યોજાશે.


રાજ્યસભામાં ઉમેદવારી નોંધાવ્યા બાદ એસ જયશંકરનું નિવેદન


રાજ્યસભામાં ઉમેદવારી નોંધાવ્યા બાદ એસ જયશંકરે કહ્યું, ગુજરાત, ગુજરાતની જનતા અને ગુજરાતના ધારાસભ્યોનો આભારી છું. 4 વર્ષ બાદ ફરી એક વખત મને સાંસદ બનવાની તક આપી છે. ભારતીય જનતા પાર્ટી અને પ્રધામંત્રીનો પણ આભારી છું. પાડોશી દેશોમાં એક દેશ સાથે આતંકવાદને લઈ ડીલ કરવી અઘરી છે, પ્રધાનમંત્રીએ તેને પણ જવાબ આપ્યો છે. 4 વર્ષમાં મને ઘણું શીખવા મળ્યું છે. નવા ભારતના નિર્માણમાં હું પણ થોડું યોગદાન આપીશ.


રાજ્યસભામાં ભાજપ પાસે 8 બેઠકો


રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠકો છે જેમા હાલ ભાજપ પાસે 8 બેઠકો છે જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. ભાજપના 8 રાજ્યસભા સાંસદોમાં રામભાઈ મોકરિયા, રમીલાબેન બારા, નરહરિ અમીન, પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, એસ. જયશંકર, દિનેશચંદ્ર અનાવડીયા અને જુગલજી ઠાકોરનો સમાવેશ થાય છે. જયારે કોંગ્રેસના ત્રણ રાજ્યસભા સાંસદોમાં શક્તિસિંહ ગોહિલ, અમી યાજ્ઞિક અને નારણ રાઠવાનો સમાવેશ થાય છે. આ સાંસદોમાંથી ભાજપના ત્રણ સાંસદો દિનેશ અનાવડીયા, જુગલજી ઠાકોર અને એસ.જયશંકરની ટર્મ 18 ઓગષ્ટ 2023ના રોજ પૂર્ણ થઇ રહી છે ત્યારે આ ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે.