Bypar Cyclone:હવામાન વિભાગની આગાહી મુજબ બિપરજોય વાવાઝોડું સતત તેમની દિશા બદલી રહ્યું છે. હવે તે કચ્છ સૌરાષ્ટ્રમાંથી પસાર થવાનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ વાવાઝોડું 15 જૂને કચ્છ-સૌરાષ્ટ્રમાંથી પસાર થવાની વ્યક્ત છે. આ સ્થિતિના કારણે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે વાવાઝોડું 15 જૂને કચ્છ-સૌરાષ્ટ્રમાંથી પસાર થવાની વ્યક્ત શક્યતા વ્યક્ત કરી છે. IMDએ જાહેર કરી નવી આગાહી મુજબ વાવાઝોડું પોરબંદરથી માત્ર 460 કિ.મી દુર છે. વાવાઝોડાને લઈને કચ્છ-સૌરાષ્ટ્ર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડાની સ્થિતિની વાત કરીએ તો તે હાલ પોરબંદરથી માત્ર 460 કિલોમીટર, દ્વારકાથી 510 કિલોમીટર અને નલિયાથી 600 કિલોમીટર દૂર છે. 15 જૂન કચ્છમાં લેન્ડ ફોલ્સ થાય તેવા સંકેત જોવા મળી રહ્યાં છે.
વાવાઝોડાને લઈ સૌથી મોટા સમાચાર, દિશા બદલી ગુજરાત તરફ ફંટાયું, કચ્છના દરિયાકાંઠે ત્રાટકશે
બિપરજોય વાવાઝોડાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડું દિશા બદલી ગુજરાત તરફ ફંટાયું છે. 15 જૂને વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગના સવારના નવ વાગ્યાનો ગ્રાફ ચિંતાજનક છે. વાવાઝોડાનો અનસર્ટેનિટી કોનનો ટ્રેક ગુજરાત માટે ચિંતાજનક છે. IMDની વેબસાઈટ મુજબ વાવાઝોડું માંડવીથી પણ પસાર થઈ શકે છે. વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાંચીની વચ્ચેથી પસાર થાય તેવી આશા છે.
ક્યાં વરસાદનું અનુમાન
ગુજરાતમાં વાવાઝોડાની અસરના કારણએ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ અને કચ્છમાં ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે. જેમાં અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, પોરબંદર, દ્વારકા, ઓખા, નલિયા, માંડવી, વલસાડ, નવસારી, સુરત સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થવાનો અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે.
માછીમારોને ચેતવણી
'બિપરજોય' ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના વચ્ચે ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત, દમણ અને દીવના દરિયાકાંઠે આવેલા માછીમારો અને ખલાસીઓને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. છેલ્લા એક સપ્તાહથી ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીઓ માછીમારો સાથે નિયમિત સંપર્ક જાળવી રહ્યા છે અને તોફાન અંગે સાવચેત કરી રહ્યાં છે.