Gujarat By Elections 2025: વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાશે. વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ,કૉંગ્રેસના નીતિન રાણપરિયા અને AAPના ગોપાલ ઇટાલિયા વચ્ચે ટક્કર જોવા મળશે. 297 મતદાન મથકો પર બે લાખ, 61 હજાર મતદારો મતદાન કરશે. મતદાનને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.
મતદાન મથકો પર મતદાન માટેની મશીનરી અને પોલિંગ સ્ટાફ પહોંચી ચૂક્યો છે. સવારે 7 વાગ્યે મતદાન શરુ થશે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે વિસાવદરમાં 800થી વધુ પોલીસકર્મીઓ, SRPની 3 ટીમ અને CRPFના જવાનોને તૈનાત કરાયા છે.
વિસાવદરમાં 2 લાખ, 60 હજાર મતદારો છે. જેમાં 1 લાખ, 30 હજાર લેઉવા પટેલ મતદારો છે. તો 21 હજાર દલિત અને 20 હજાર કોળી મતદારો છે. વિસાવદરની પેટા ચૂંટણી માટે ચૂંટણી પંચે ગ્રીન ઇલેક્શનની થીમ અપનાવી છે. પ્રથમવાર મતદાન કરનારા 100 મતદારોને રોપાનું વિતરણ કરાશે. તો કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મળી કુલ આઠ ઉમેદવાર મેદાનમાં છે. એક હજાર 620 કર્મચારીઓ ચૂંટણીમાં ફરજ બજાવશે.
ગુજરાતમાં કડી અને વિસાવદર પેટાચૂંટણી માટે આજે (19 જૂન) મતદાન યોજાશે. મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. વિસાવદર બેઠક માટે 16 અને કડી વિધાનસભા બેઠક માટે 8ઉમેદવારો મેદાનમાં છે. બંને બેઠકો માટે 297 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.
વિસાવદરની ચૂંટણી તસવીર
ભાજપે જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક માટે કિરીટભાઈ પટેલને ટિકિટ આપી છે. જેમની સામે કોંગ્રેસે નીતિનભાઈ રાણપરિયાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા છે.
આ ત્રણ મુખ્ય ઉમેદવારો ઉપરાંત, કિશોરભાઈ કાંકડ, તુલસી લાલૈયા, નિરુપાબેન મધુ, બિનલકુમાર પટેલ, રાજેશકુમાર પટેલ, ભરતભાઈ નારીગરા, યુનુસભાઈ સોલંકી, રજનીકાંત વાઘાણી, રાજ પ્રજાપતિ, સુરેશ માલવિય, રોહિત સોલંકી, સંજયભાઈ ટાંક અને હિતેશભાઈ વઘાસિયા પણ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
2.61 લાખ મતદારો મતદાન કરશે
વિસાવદરમાં મુખ્ય મુકાબલો ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે છે. 297 મતદાન મથકો પર 2.61 લાખ મતદારો મતદાન કરશે, 1884 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ભાજપ-કોંગ્રેસ અને આપ સાથે પેટાચૂંટણીમાં અન્ય પક્ષોના ઉમેદવારો પણ મેદાનમાં છે.
વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં કેટલા મતદારો
વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં કુલ 2,61,092 મતદારો નોંધાયેલા છે. જેમાં 1,35,609 પુરુષો, 1,25,479 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
કડીની ચૂંટણીની તસવીર
કડી વિધાનસભા પેટાચૂંટણીમાં 294 મતદાન મથકો, 106 બૂથ સંવેદનશીલ છે. કડી વિધાનસભા બેઠક જાળવી રાખવા માટે, ભાજપે પોતાના જનસંઘ યુગના દિગ્ગજ નેતા અને પાર્ટીના વફાદાર રાજેન્દ્ર ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે કડી વિધાનસભા મતવિસ્તારમાંથી વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય રમેશભાઈ ચાવડાને પણ મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ કડીમાં જગદીશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. કડી વિધાનસભા પેટાચૂંટણીમાં 106 બૂથ સંવેદનશીલ છે.