ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ નિમાયેલા સી.આર. પાટિલે સંગઠનની નિમણૂકોની ક્વાયત હાથ ધરી છે ત્યારે પાટિલ ગુજરાત ભાજપનાં મોટા ભાગના મોરચાઓમાં ધરમૂળથી પરિવર્તન લાવશે એ નક્કી મનાય છે. ભાજપનાં સૂત્રોના મતે, ગુજરાત ભાજપના 7 મોરચમાંથી મોટા ભાગના મોરચા પ્રમુખો બદલાશે. મોટા ભાગના મોરચાઓની નિષ્ક્રિયતા અને પાછલા દિવસોમા કોઈ ખાસ કામગીરી ન કરી હોવાથી  મોટાભાગના મોરચા પ્રમુખો બદલાશે એ નક્કી મનાય છે.


આ પૈકી સૌLr પહેલી તવાઈ યુવા મોરચા પ્રમુખ ઋત્વિજ પટેલ પર આવશે. ઋત્વિજ પટેલ બદલાશે એ નક્કી મનાય છે. યુવા મોરચા દ્રારા કોઈ નોંધપાત્ર કહી શકાય તેવા મોટા કાર્યક્રમો નથી કરાયા કે કોઈ જવાબદારી નથી નિભાવાઈ. યુવા મોરચો અને તેનાં હોદેદારો વિવાદોમાં પણ રહ્યાં તેથી ઋથ્વિજ પટેલની બાદબાકી નક્કી છે.

મહિલા મોરચાનાં અધ્યક્ષ જ્યોતિબેન પડ્યા ને ફરી રિપીટ કરી શકાય તેવી શક્યતા છે. તેમણે રાષ્ટ્રીય મહિલા સંમેલન થી લઇ તેમણે અનેક નાનાં મોટા કાર્યક્રમો હાથ ધર્યા છે.

અનુસૂચિત જાતી મોરચાના પ્રમુખ શંભુ પ્રસાદ ટુંડીયા બદલાય તેવી શક્યતા છે. અનુસૂચિત જાતી સમુદાયના આંદોલન થી લઈ અનુસૂચિત જાતીની વોટબેન્કને આકર્ષિત કરવામાં અનુસૂચિત જાતિ મોરચો સદંતર નિષ્ફળ રહ્યો છે જેના કારણે આ મોરચા પ્રમુખને બદલવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

અનુસૂચિત જાતિ મોરચાના જેવી સ્થિતિ અનુસુચિત જન જાતિ મોરચાની પણ છે. દલિત આંદોલન જેમ અનુસૂચિત જનજાતિ મોરચો પણ આદિવાસીઓને અવાજ બનવામાં અને આદિવાસી આંદોલન રોકવામાં સદંતર નિષ્ફળ રહ્યો છે તેથી મોતીભાઈ વસાવાને બદલાશે.

બક્ષીપંચ મોરચો પણ ગુજરાત નો બહુ મોટો સમુદાય એવો બક્ષીપંચ ને આકર્ષવા માટે કે તે સંદર્ભના કાર્યક્રમો કરવામાં નિષ્ફળ રહ્યો છે જેથી મોરચાના દિનેશ અનાવાડીયાને પણ બદલવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

કિસાન મોરચાનાં પ્રમુખ બાબુભાઈ જેબલીયા બદલાશે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી જ કોઈ બીજા નેત ને કિસાન મોરચાની જવાબદારી આપવામા આવશે. ગુજરાતમાં અનેક વખત કિસાનો અને ખેડૂતોના આંદોલનો થયા. આ આંદોલનોને નિષ્ફળ બનાવવામાં કિસાન મોરચાની નિષ્ક્રિયતા જોવા મળી.. ભાજપ સંબંધી કિસાન મોરચાના કોઈ મોટા કાર્યક્રમો નથી થયા.

લઘુમતી મોરચો પણ લઘુમતી સમુદાય અને આકર્ષિત કરવામાં એક પ્રકારે નિષ્ફળ રહ્યો છે. ભાજપ સાથે જોડાયેલા લઘુમતી સમાજના કોઈ મોટા કાર્યક્રમો કે આયોજનો પણ નથી યોજાયા પણ ગુજરાતમાં અનેક વખત ખેડૂતોના મોટા લઘુમતિ મોરચાવા પ્રમુખ મહેબૂબઅલી ચિશ્તી સુરતના છે અને ભાજપના ઉચ્ચ હોદ્દેદારોની નજીક હોવાથી તેમને ફરી એક વખત મોકો આપવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.