બનાવ અંગેની મળતી વિગતો મુજબ આખલોલ પુલ પાસે આવેલ આખલોલ નદીમા આજે વરસારના પાણી ભરાયા હતા. ત્યાર ઇકો કાર નંબર જી.જે.27.સી.એફ-6501 માં ચાલક સહીત સાત વ્યકીતઓ મુસાફરી કરી રહયા હતા. કારમાં ચાલક કેયુરભાઇ, રીટાબેન, આરાધ્યા, લતાબેન, ચેતનભાઇ ,દીનેશભાઇ અને નેહાબેન હતા. તેઓની કાર આખલોલ નદીમા પાણીના પ્રવાહમા બંધપડી જતા તેમા બેઠેલા લોકો તેને ધકકો મારવા પાણીમા ઉતર્યા હતા.
પાણીનો પ્રવાહ આવતા ઈકો કાર સાથે બધા લોકો તણાવા લાગ્યા. જોકે સ્થાનીક લોકોને જાણ થતા હાજર લોકોમાથી એક યુવકે જાનના જોખમે પાણીમાં કુદીને ચેતનભાઇ ઉમરાળીયા, દિનેશભાઇ અને નેહાબેન અને કેયુરભાઇને બચાવી લીધા હતા. જયારે રીટાબેન, આરાધ્યા અને લતાબેન પાણીમા લાપતા બન્યા હતા. જેની ફાયર બિગ્રેડે શોધખોળ હાથ ધરી છે. છેલ્લે મળતી માહિતી મુજબ રીટાબેન સહિત બેના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે હજુ પણ બે લોકો લાપતા છે.