દ્વારકાઃ જિલ્લાના ધ્રેવાડ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે ૩ના ઘટના સ્થળે અને ગંભીર ઇજા પામેલ યુવતીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અકસ્માતમાં ત્રણ પુરુષ અને એક મહિલાનું મોત થયું છે.
આ અંગેની મળતી વિગતો પ્રમાણે, આજે જીજે02, બીડી 8462 નંબરની અલ્ટો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર પરિવાર દ્વારકાધીશના દર્શન કરી પરત ફરી રહ્યો હતો, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે યુવતીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેમનું મોત થયું છે. અકસ્માતમાં મોતને ભેટેલો પિવાર મહેસાણાનો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. આ અંગે જાણ થતાં 108ની ટીમ ઘટનસ્થળે આપી પહોંચી હતી. મોટી સંખ્યામાં લોકો પણ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ દ્વારકા પોલીસ દોડી ગઈ હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે દ્વારકા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
દ્વારકાધીશના દર્શન કરી પરત ફરતાં મહેસાણાના પરિવારને ધ્રેવાડ પાસે નડ્યો અકસ્માત, યુવતી સહિત ચાર લોકોના મોતથી અરેરાટી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Dec 2020 04:53 PM (IST)
આજે જીજે02, બીડી 8462 નંબરની અલ્ટો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવારે પરિવાર દ્વારકાધીશના દર્શન કરી પરત ફરી રહ્યો હતો, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -