ગાંધીનગરઃ રાજ્યમાં કડક દારૂબંધી હોવાની વાતો વચ્ચે આજે વિધાનસભામાં ચોંકાવનારા આંકડા રજૂ થયા હતા. ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસના સત્રની શરૂઆતના પ્રથમ દિવસે ખુદ સરકારે છેલ્લા બે વર્ષમાં 252 કરોડ 32લાખ 52 હજાર અને 714 રૂપિયાનો દારૂ પકડાયો હોવાની કબૂલાત કરી હતી. જેમાંથી દેશી દારૂનો સૌથી વધારે જથ્થો રાજકોટમાંથી પકડાયો છે. જ્યારે સુરત શહેરમાંથી સૌથી વધારે વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે.


રાજ્યમાં વિદેશી દારૂની 1 કરોડ 38 લાખ 1 હજાર 558 બોટલ જ્યારે બિયરની 17 લાખ 1 હજાર 38 બોટલ ઝડપાઈ છે. સૌથી વધુ વિદેશી દારૂની બોટલ સુરતમાંથી ઝડપાઈ છે. સુરતમાંથી 14 કરોડ 15 લાખ 92 હજાર 602ની કિંમતની કુલ 22 લાખ 59 હજાર 202 બોટલ ઝડપાઈ છે. જ્યારે બીજા નંબર પર વલસાડ છે. વલસાડમાંથી 17 કરોડ 15 લાખ 31 હજાર 770ની કિંમતની 17 લાખ 57 હજાર 889 વિદેશી દારૂની બોટલ ઝડપાઈ છે. તેમજ ત્રીજા નંબર પર પંચમહાલ છે. પંચમહાલમાંથી 6 કરોડ 20 લાખ 53 હજાર 596ની કિંમતની 8 લાખ 52 હજાર 590 વિદેશી દારૂની બોટલ ઝડપાઈ છે.



અમદાવાદમાંથી રૂ.25 કરોડ 8 લાખ 68 હજાર 519ની કિંમતની 8 લાખ 39 હજાર વિદેશી દારૂની બોટલ પકડાઈ છે. જો કે કિંમતની દ્રષ્ટીએ અમદાવાદનો પહેલો નંબર આવે છે, પરંતુ બોટલની દ્રષ્ટીએ પાંચમાં ક્રમે છે. અમદાવાદ રૂ. 47 લાખ 49 હજાર 20ની કિંમતના 2 લાખ 37 હજાર 451 લિટર દેશી દારૂ સાથે પ્રથમ નંબર પર છે. ત્યાર બાદ રૂ. 40 લાખ 97 હજાર 897ની કિંમતના 2 લાખ 5 હજાર 484 લિટર સાથે સુરત બીજા નંબરે છે. તેમજ 21 લાખ 5 હજાર 950ની કિંમતના 1 લાખ 5 હજાર 291 લિટર દેશી દારૂ સાથે રાજકોટ ત્રીજા નંબર પર છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે તેવું નિવેદન કર્યું હતું. જેને લઈ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત વચ્ચે શાબ્દિક ચકમક ઝરી હતી.

અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા બે વર્ષમાં કેટલા લોકોના માર્ગ અકસ્માતમાં થયા મોત ? આંકડો જાણીને ચોંકી જશો

વિન્ડિઝના સ્પિનર હેડન વોલ્શે કર્યો ખુલાસો, કહ્યું- કર્ટની વોલ્શ નથી મારા પિતા

કર્ણાટક પેટાચૂંટણીઃ 15માંથી 12 પર ભાજપનો કબજો, મોદીએ કહ્યું, કોંગ્રેસને લોકોએ ભણાવ્યો પાઠ