એસબીઆઈના ડીજીએમે ગુજરાતની કેટલીય કંપનીઓ પર 22842 કરોડનો ફ્રોડનો આરોપ લગાવ્યો છે. આ કૌભાડને બૈંકીંગ ફ્રોડમાં અત્યાર સુધીનો સૌથી મોટું કૌભાંડ કહેવાય છે. 28 બેંકો સાથે 22,842 કરોડ રૂપિયાની છેતરપીંડીના આરોપમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
CBIએ ABG શિપયાર્ડ અને તેના તત્કાલિન અધ્યક્ષ તથા નિર્દેશક ઋષિ કમલેશ અગ્રવાલ સહિત અન્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કંપની જહાજ નિર્માણ અને જહાજ રિપેરીંગનું કામ કરે છે. તેનું શિપયાર્ડ ગુજરાતના દહેજ અને સૂરતમાં આવેલા છે. આ કંપનીની કુલ 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર કૌભાંડનો સમય એપ્રિલ 2012થી જૂલાઈ 2017 સુધી બતાવામાં આવ્યો છે. આ સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલ સૌથી મોટી બેંક કૌભાંડનો કિસ્સો છે.
કેવી રીતે થયો કૌભાંડનો પર્દાફાશ?
સીબીઆઈના જણાવ્યા અનુસાર, બેંકોના જૂથ વતી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મુંબઈ શાખામાં નિયુક્ત ડેપ્યુટી જનરલ મેનેજર બાલાજી સિંહ સામંતાએ 25 ઓગસ્ટ 2020ના રોજ સીબીઆઈને લેખિત ફરિયાદ કરી હતી. સીબીઆઈ એફઆઈઆર મુજબ, ગુજરાતના સુરતમાં આ કેસમાં એબીજી શિપયાર્ડ અને એબીજી ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ, તેના મેનેજિંગ ડિરેક્ટર, એબીજી શિપયાર્ડ અને એબીજી ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડનું નામ સામેલ છે. FIRમાં કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંથાનમ મુથુ સ્વામી, અન્ય ડિરેક્ટરો સુશીલ કુમાર અગ્રવાલ, રવિ વિમલ નિવેદિતા અને અજાણ્યા સરકારી અધિકારીઓના નામ સામેલ છે.
28 બેંકો સાથે છેતરપિંડી
સીબીઆઈ એફઆઈઆરમાં ગુનાહિત ષડયંત્ર, છેતરપિંડી, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને છેતરપિંડીથી સરકારી સંપત્તિ હડપ કરવા જેવી ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં આરોપ સાબિત થાય તો આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર આ છેતરપિંડી 28 બેંકોના કન્સોર્ટિયમ સાથે કરવામાં આવી હતી. આ બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ICICI, IDBI, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા અને પંજાબ નેશનલ બેંક વગેરેનો સમાવેશ થાય છે.
રૂ. 22,842 કરોડના બેંક છેતરપિંડીના કેસમાં સીબીઆઈ મુંબઈમાં એબીજી શિપયાર્ડ સાથે જોડાયેલા અનેક સ્થળો પર સર્ચ કરી રહી છે. આ કંપનીની કુલ 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. FIRમાં જણાવ્યા અનુસાર કૌભાંડનો સમય એપ્રિલ 2012થી જૂલાઈ 2017 સુધી બતાવામાં આવ્યો છે. આ સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલ સૌથી મોટી બેંક કૌભાંડનો કિસ્સો છે.