Chandipura Virus Outbreak: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ સતત વધી રહ્યા છે. (chandipura virus outbreak in Gujarat) જેમાં અત્યાર સુધી 20થી વધુ જિલ્લામાં (chandipura virus spreads more than 20 districts of state) ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે. પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા લક્ષણ ધરાવતા વધુ એક બાળકનું મોત થયું છે.
ઘોઘંબા તાલુકાના જીંજરી ગામના 11 માસના બાળકનું SSG હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું છે. જેના કારણે જિલ્લામાં બાળકોનો મરણ આંક 5 પર પહોંચ્યો છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 11 ચાંદીપુરા ના કેસ નોંધાયા છે, જેમાં 5 બાળકોના મોત થયા છે, 3 સારવાર હેઠળ છે અને 3 બાળકોને હોસ્પિટલ માંથી રજા અપાઈ છે.


ગોંડલના તાલુકાના રાણસીકી ગામના બે બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થયા છે. ગામના સરપંચ ઘનશ્યામ કાછડીયાએ ચાંદીપુરા વાયરસના કારણે મોત થયાની આશંકા વ્યક્ત કરી છે.  એક બાળકના સેમ્પલ લેવાયા હતા.  સારવાર દરમિયાન મોત થયાનું નિવેદન આપ્યું છે.  બીજા બાળકનું ઘરે જ મોત થયું હોવાનું નિવેદન આપ્યું છે.  રાણસીકી ગામના સીમ વિસ્તારમાં આવેલા મકાનમાં બે બાળકના  મોત થયા છે.  આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સરપંચ દ્વારા કરવામાં આવી છે. 


શું છે ચાંદીપુરા વાયરસ


ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો (જંતુઓ) દ્વારા ફેલાય છે. આ વાયરસ માખી દ્વારા ફેલાવાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે. ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય (માખીઓ) દ્વારા ફેલાય છે. આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો.


ચાંદીપુરાથી ડરવાની જરૂર નથી : ઋષિકેશ પટેલ


થોડા દિવસ પહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં આરોગ્ય વિભાગ સમગ્ર રાજ્યમાં તમામ તાલુકામાં, આંગળવાડી, શાળાઓ અને મકાનોમાં દવાઓનો છંટકાવ કરાઈ રહ્યો છે. ચાંદીપુરાથી ડરવાની જરૂર નથી. ચાંદીપુરા વાયરસથી સાવધાની રાખવામાં આવે અને બાળકોને તાવ આવે ત્યારે મોટી હોસ્પિટલમાં સારવાર માટે જવું. 24 કલાકમાં હોસ્પિટલ જવું જરૂરી છે. આ વાયરસથી આ રીતે બચી શકાય એમ છે.