Chandipura virus deaths Gujarat: રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. આ જે રાજ્યમાં આ રોગને કારણે 5 દર્દીના મોત થયા છે. જ્યારે આજે રાજ્યમાં નવા 13 શંકાસ્પદ ચાંદીપુરાનાં નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 84 ચંદીપુરાનાં શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. રાજ્યમાં ચાંદીપૂરાનાં હાલમાં 46 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.


મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય દ્વારા તા. ૧૮/૦૭/૨૪ ના રોજ જિલ્લા અને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, અને જિલ્લા/ કોર્પોરેશનની મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી વગેરેની વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દૈનિક મોનિટરિંગ અને સુપરવિઝન તેમજ જાહેર જનતાને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરીથી માહિતગાર કરવા માટે સૂચના આપેલ છે.


તા. ૧૯/૦૭/૨૦૨૪ ના રોજ સાબરકાંઠા જિલ્લામાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે આરોગ્ય મંત્રી  કષિકેશ પટેલે વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસો અંગે સમીક્ષા કરી હતી. આ પ્રસંગે મંત્રીએ બાળ દર્દીઓની મુલાકાત લઈ તેમની આરોગ્ય પૃચ્છા કરી હતી. ત્યારબાદ ઉપચારાત્મક બાબતો અંગે ડોક્ટરો સાથે ચર્ચા પણ કરી હતી. આ મુલાકાત અને સમીક્ષા બેઠકમાં હિંમતનગર ધારાસભ્ય વી.ડી. ઝાલા, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ અને કમિશનર , જિલ્લા કલેકટર નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારી  હર્ષદ વોરા અગ્રણી  કનુભાઇ પટેલ, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબો સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.


અગ્ર સચિવ અને કમિશ્નર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા, તા:૨૦/૦૭/૨૦૨૪ના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા, તબીબી અધિક્ષક અને પીડિયાટ્રીક્સ વિભાગના વડા વગેરેની વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસો, પોઝીટીવ કેસો, વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તેમજ વાયરલ એન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલુકાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાં તાત્કાલિક મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ / સ્પ્રેઈંગ કામગીરી ઘનિષ્ઠ તથા ઝડપી કરવા જણાવવામાં આવ્યું છે.


આરોગ્ય મંત્રી દ્રારા આ બાબતે દૈનિક મોનિટરિંગ અને સુપરવિઝન કરવામાં આવે છે તેમજ જાહેર જનતામાં ભયનો માહોલ ના થાય તે માટે પ્રેસ મિડિયાના માધ્યમથી જાહેર જનતાને માહિતગાર કરેલ છે.


અગ્ર સચિવ અને કમિશ્નર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા, તા:૨૧/૦૭/૨૦૨૪ના રોજ વિભાગીય નાયબ નિયામક્શ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા, જિલ્લા એપિડેમિક મેડીકલ અધિકારી, જિલ્લા મેલેરિયા અધિકારી, એટેમોલોજિસ્ટ વગેરેની વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસો, પોઝીટીવ કેસો, વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તેમજ વાયરલ એન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલુકાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાં તાત્કાલિક મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ / સ્પ્રેઈંગ કામગીરી ઘનિષ્ઠ તથા ઝડપી કરવા જણાવવામાં આવ્યું. વધુમા વાહજ જન્ય રોગ અટકાયતી પગલા લેવા તમામ જિલ્લાઓમાં જણાવવામાં આવ્યું છે.


ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ  ૮૪ કેસોમાંથી આજરોજ અમદાવાદ કોર્પેરેશન ૦૨, અરવલ્લી ૦૨, સુરેન્દ્રનગર ૦૧,બનાસકાંઠા ૦૨, ગાંધીનગર કોર્પેરેશન ૦૧, ખેડા ૦૧, મહેસાણા ૦૧, નર્મદા ૦૧, વડોદરા કોપેરેશન ૦૧, રાજકોટ કોર્પેરેશન ૦૧ શંકાસ્પદ કેસો નવા મળેલ છે.


આજરોજ મહીસાગર ૦૧, ખેડા ૦૧, બનાસકાંઠા ૦૨, વડોદરા કોર્પેરેશન ૦૧, મા દર્દીઓ મૃત્યુ પામેલ છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના  ૪૬ દર્દી દાખલ છે તથા ૦૧ દર્દીને રાજા આપેલ છે. આરોગ્યની ટીમ દ્વારા કુલ ૧૮૭૨૯ ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવેલ છે.


રાજ્યકક્ષાએથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેક જિલ્લા અને કોર્પોરેશનને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરી માટે માહિતગાર કરવામાં આવેલ છે. રાજ્યકક્ષાએથી ગાઈડ લાઈન અને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરી દ્વારા પત્ર પાઠવેલ છે. દરેક કેસોનું રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવા માટે જણાવેલ છે.