ગાંધીનગરઃ સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિભાગીય હિસાબનીશ કેડરની પરીક્ષાની તારીખ બદલાઈ હતી. આ પરીક્ષા ૯ એપ્રિલ ના બદલે હવે ૨૪ એપ્રિલ પરીક્ષા લેવામાં આવશે. ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાના કારણે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.


અમદાવાદ અને વડોદરામાંથી નાઇટ કર્ફ્યૂ હટાવાયો


રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા ગુજરાત સરકારે આવતીકાલથી અમદાવાદ અને વડોદરામાં નાઇટ કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ અંગેની ગાઈડ લાઈનમાં કેટલીક છૂટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.


રાજ્ય સરકારની હાઈપાવર કમિટીની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી ગાઈડલાઈન અનુસાર, રાજ્યના તમામ શહેરોમાંથી આવતીકાલથી રાત્રિ કરફ્યૂ હટાવી દેવામાં આવ્યો છે. આથી હવે આવતીકાલથી ગુજરાતના એક પણ શહેરમાં રાત્રિ કરફ્યૂ નહીં રહે.


ગુજરાત સરકારે નિર્ણય લીધો છે કે આવતીકાલથી અમદાવાદ અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂ હટાવાશે. એટલે કે આવતીકાલથી રાજ્યમાં એક શહેરમાં નાઇટ કર્ફ્યૂ રહેશે નહીં. તે સિવાય જાહેર સ્થળોએ 75 ટકાની ક્ષમતા સાથે કાર્યક્રમો યોજી શકાશે. હોલ કે બંધ સ્થળે ક્ષમતા કરતા 50 ટકાની મર્યાદામાં કાર્યક્રમો યોજી શકાશે.


 


જો તમારી પાસે પણ બે જન્મ પ્રમાણપત્ર છે તો થઈ જાઓ સાવધાન, હાઈકોર્ટે આપ્યો આ ચુકાદો


 


Jioએ લૉન્ચ કર્યા બે નવા પ્લાન, Disney + Hotstar Premiumની સાથે મળશે આટલો બધો ડેટા, જાણો કિંમત......


 


Ukraine-Russia Crisis: યૂક્રેન હુમલાની વચ્ચે NATOનું મોટુ પગલુ, રશિયા વિરુદ્ધ કાર્યવાહીની પહેલ શરૂ -લાતવિયા પહોંચી અમેરિકન સેના


 


યુક્રેનના એરપોર્ટ પર રશિયાનો મિસાઈલથી હુમલો, જુઓ લાઈવ Video