Chhota Udaipur: ભારે વરસાદથી છોટા ઉદેપુર જિલ્લો પણ પ્રભાવિત થયેલો દેખાઇ રહ્યો છે, ગઇકાલે અને આજે પડેલા ભારે વરસાદના કારણે છોટા ઉદેપુર જિલ્લાના ડુંગર વિસ્તારમાં એક કૉઝવે ધોવાઇ ગયો અને આ દરમિયાન શાળાઓના બાળકોને ખુદ વાલીઓે જીવના જોખમે પાણીમાં કૉઝવે પાર કરાવ્યુ હતુ, આનો દિલધડક વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 


મળતી માહિતી પ્રમાણે, છોટા ઉદેપુર જિલ્લાના કવાંટમાં આવેલા ડુંગર વિસ્તારમા ગઇકાલે ભારે વરસાદ ખાબક્યો હતો, આ દરમિયાન સમલવાંટ કોતરમાં અચાનક ભારે પાણી આવ્યુ હતુ. આ પાણીના કારણે અહીં એક કૉઝવે પાણીમાં ધોવાઇ ગયો હતો, આ દરમિયાન શાળાએથી છૂટેલા બાળકો આ કૉઝવેના પાણીમાં ફસાયા હતા, બાળકોને તત્ર દ્વારા મદદ ના મળી પરંતુ ખુદ વાલીઓએ જીવના જોખમે કૉઝવે પસાર કરાવ્યો હતો, આનો વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.



જોકે, ખાસ વાત છે કે, અહીં બસની સુવિધા છે પરંતુ ભારે વરસાદના કારણે બસ ચાલકે કોતર પસાર કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી, પરંતુ પાણીના ધસમસતા પ્રવાહમાં ખુદ વાલીઓએ બાળકોને સહી સલામત બચાવવાનું બીડું ઝડપ્યુ હતુ, પહેલા તો વાલીઓએ પાણી ઓછુ થવાની રાહ જોઇએ પરંતુ અંધારુ પડતું હોવાથી ખુદ તેમને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધુ હતુ.




ઉલ્લેખનીય છે કે, સમલવાંટ ગામે વર્ષોથી ચોમાસાના સમયે આ મોટી સમસ્યા નડી રહી છે, તંત્ર સામે અનેકવાર ફરિયાદ અને માંગ કરવા છતાં કોતર પર પૂલ બનાવવામાં નથી આવી રહ્યો. 








 


છોટા ઉદેપુરમાં ગાજવીજ અને વંટોળ સાથે ધોધમાર વરસાદ વરસ્યો


આજે વહેલી સવારથી જ ગુજરાતભરમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે. છોટા ઉદેપુર પણ વરસાદને લઇને મોટા સામાચાર છે, જિલ્લામાં સવારથી જ ગાજવીજ સાથે ભારે પવન અને વંટોળ સાથે વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાના સમાચાર છે, જિલ્લામાં આજે સવારથી છોટાઉદેપુર, જેતપુર, કવાંટ, નસવાડી, બોડેલી, સંખેડા સહિતના તમામ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે.


કયાં વિસ્તારમાં ધોધમાર વરસાદ


અરવલ્લી જિલ્લામાં આજે સવારથી વરસાદે જોરદાર બેટિંગ કરી. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે પવન સાથે ગાજવીજ સાથે  વરસાદ ખાબક્યો. મોડાસા-શામળાજી હાઈવે પર ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી. મોડાસાના લીંભોઈ, ગાજણ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. બાયડ તાલુકામાં પણ સવારથી  ધોધમાર વરસાદની શરુઆત થઇ.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial