Chhota Udepur : છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે.  આજે 10 જુલાઈએ બપોરે ચાર વાગ્યા સુધીમાં બોડેલીમાં સૌથી વધુ 16 ઈંચ, પાવીજેતપુરમાં 10, છોટાઉદેપુરમાં 8.6 ઈંચ,કવાંટમાં  9.1, સંખેડામાં 2.7, અને નસવાડી તાલુકામાં 2.2 વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ અને પુલ તૂટ્યા છે. 


નસવાડીના  પલાસણી ગામમાં અશ્વિની  નદી પરનો પુલ તૂટ્યો
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ભારે વરસાદને કારણે ખુબ નુકસાન થયું છે. નસવાડી તાલુકાના પલાસણી ગામના 100 મીટરપુલનો એપ્રોચ તૂટ્યો છે. અશ્વિની નદીના ધસમસતા પાણીને કારણે પેલા પુલ પરનો અડધો અને બાદમાં રોડનો આખો ભાગ તૂટી ગયો. ઘટનાને પગલે આ રોડ બંધ કરવામાં આવ્યો છે અને સ્થાનિક તંત્ર ખડેપગે છે, જુઓ પુલ તૂટવાનો આ વિડીયો -   






પુલની પેરાફીટમાં પણ તિરાડ 
પલસાણી ગામમાં અશ્વિની નદી પરનો આ પુલ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. પુલ તો તૂટ્યો જ સાથે પુલની પેરાફીટમાં પણ તિરાડો પડી ગઈ છે. આ પુલ તૂટી જવાને કારણે કરોડોનું નુકસાન થયું છે અને પુલના બાંધકામ સામે પ્રશ્નો ઊભ થયા છે. 



ભાખા ગામે પુલ પરથી પાણી પસાર થયા 
નસવાડી તાલુકાના ભાખા ગામેં હાઇવે પરનો  આખો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. ભાખા ગામે પુલ પરથી પાણી પસાર થઇ રહ્યું છે. પુલ ઉપરથી પાણીનો નિકાલ ન થતો હોવા છતાં  વાહન ચાલકો જીવના જોખમથી પસાર થતા હતા, જેને કારણે આ રોડ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.