બોડેલીઃ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સોનીની નજર સામેથી જ ગઠિયો 1.20 લાખ રૂપિયા દાગીનાની ચોરી કરી જતાં ચકચાર મચી ગઈ છે. આ સંપૂર્ણ ઘટના દુકાનમાં ચોરીના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ગ્રાહકના સ્વાંગમાં આવી દુકાનદાર સામે જ સોનાના દાગીના ઉઠાવી ગયો હતો. 


1,20,000ના 35 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે.