સુરત: ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીને કારણે મૃત્યુ પામેલા વાલીઓના સંતોનોને વિનામૂલ્યે શિક્ષણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આ નિર્ણય લેવાયો છે. ફી માફી માટે કોરોનાથી મૃત્યુનું પ્રમાણપત્ર જરૂરી બનાવવામાં આવ્યું છે. આ નિયમ ગુજરાતની 8 હજાર સ્કૂલોને લાગુ પડશે.


કોરોનામાં મૃત્યુ પામેલા વાલીઓના સંતાનોને ફ્રી એજ્યુકેશન આપવાની જાહેરાતથી બાળકોને મહંદઅંશે ઘણી મદદ મળી રહેશે. આ નિર્ણય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા લેવાયો છે. ફી માફીનો લાભ લેવા કોરોનાથી મૃત્યુંનો દસ્તાવેજ જે તે સ્કૂલમાં જમા કરાવવો પડશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ અમદાવાદની જાણીતી 40થી વધુ સ્કૂલોના એસોસિયેશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલના સંચાલકો મૃતક કોરોના વોરિયર્સના બાળકોને ફી લીધા વગર જ ભણાવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

કુટુંબના સ્વજનોએ કોરોના વારસથી મૃત્યુ થયેલા દસ્તાવેજ જમા કરાવી ફી માફીનો લાભ લઇ શકશે. બાળકોના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવા બાળકોને અભ્યાસમાં મદદ કરવામાં આવશે. સમાજ માટે જે કોરોના વોરિયર્સ કોરોના સામેની લડાઇમાં મૃત્યું પામ્યા છે તેઓના બાળકોનું ભવિષ્ય ઊજળું બને તેવો પ્રયાસ શહેરની જાણીતી સ્કૂલો દ્વારા કરાયો છે.