Chota Udepur News: હાલમાં એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેને જોખમી સવારી તરીકે લોકો ગણાવી રહ્યાં છે. આ વીડિયોમાં એક વાહન છે, જેમાં પેસેન્જરો ઓવરલૉડેડ ભરેલા છે. સામે આવેલો આ વીડિયો ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાનો છે.




વાયરલ થયેલા વીડિયો છોટા ઉદેપુર જિલ્લાના ક્વાન્ટ ગામનો છે, આજે ક્વાન્ટમાં એક વાહન જોખમી સવારી કરતુ નજરે પડ્યુ છે. વીડિયોમાં જોઇ શકાય છે તેમે એક વાહન રૉડ પર છે અને તેના પર અધધધ સવારી બેસાડવામાં આવી છે, વાહનની ચારેય બાજુ અંદર બેસ્યા છે તેટલા જ પેસેન્જરો વાહનની ચારેય બાજુ લટકીને જઇ રહ્યાં છે. આ વાહન કયુ છે તે પણ ઓળખી શકાતુ નથી, આ વાહનમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ઉપરાંત અન્ય મુસાફરો પણ સવાર છે, આખુ વાહન મુસાફરોથી ખીચોખીચ ભરેલુ દેખાઇ રહ્યું છે.




મહત્વનું છે કે, ગુજરાતની ટ્રાફિક પોલીસ અન્ય જગ્યાએ જો આવું મુસાફરોથી ખીચોખીચ ભેરલુ વાહન જુએ છે, તો તરત જ મેમો આપવાની અને દંડની કાર્યવાહી કરે છે, પરંતુ અહીં આ મોતની સવારીની કોઇને ચિંતા નથી. અહીં આવી જોખમી સવારી સામે પોલીસ કાર્યવાહી પણ નથી થઇ રહી.