પાટણના રાધનપુરમાં રાત્રિ દરમિયાન બે જૂથ વચ્ચે હિંસક અથડામણની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, પાટણના રાધનપુરના લાટી બજાર પાસે હાઈવે ઉપર એસ.કે તવા ફ્રાઈ સેન્ટર ઉપર જૂથ અથડામણની ઘટના બની હતી. વાસ્તવમાં જમવા બાબતે લઘુમતી અને ઠાકોર સમાજનાં લોકો વચ્ચે અથડામણ થઇ હતી.


રાધનપુરનાં સુરકા ગામનાં ઠાકોર સમાજના લોકો અને એસ.કે તવા ફ્રાઈ સેન્ટરનાં લોકો વચ્ચે આ અથડામણ થઇ હતી. આ હિંસક અથડામણમાં બંન્ને પક્ષે પાંચ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા રાધનપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હિંસક અથડામણમાં ઘાયલ થયેલા લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે પાટણની ધારપુર હોસ્પિટલ ખસેડાયા હતા. બાદમાં ત્યાંથી તેઓને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.


Banaskantha: કમોસમી વરસાદના કારણે પાકને ભારે નુકશાન, ખેડૂતોએ જાણો શું કરી માંગ ?


બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં સતત કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાના કારણે ખેડૂતોના ખેતરમાં ભારે નુકશાન થવા પામ્યું છે.  પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં બાજરી અને મગફળીના પાકને ભારે નુકસાન થતા ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે.


હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ ગતરાત્રિએ ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાના કારણે જગતનો તાત ફરી એકવાર ચિંતામાં મુકાયો છે.  મહત્વની વાત એ છે કે સતત એક મહિનામાં ત્રીજીવાર  વીજળીના કડાકા-ભડાકા  સાથે મોડી રાત્રે કમોસમી વરસાદ થવાના કારણે પાલનપુર નજીક આવેલ ગણેશપુરા વિસ્તારના ખેડૂતના ખેતરોમાં ઉભેલા બાજરી તેમજ મગફળીના પાકનું વાવેતર કરેલું હતું જે પાક તૈયાર થઈ ગયો હતો તે કમોસમી વરસાદ થવાના કારણે ખેડૂતના મોંઢામાં આવવાનો કોળિયો છીનવાતા જગતનો તાત ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયો છે.  જો કે અત્યારે તો ખેડૂતોને પડતા પર પાટા જેવી સ્થિતિ સામે આવી છે.  હાલ તો જે ખેડૂતોના ખેતરમાં પાકનું નુકસાન થયું છે તેનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને સહાય કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. 


ખેડૂતે કહ્યું કે  સતત કમોસમી વરસાદ થવાના કારણે  ખેતરમાં 14 જેટલા વીઘામાં પાકનું વાવેતર કર્યું હતું જે પાકનું ખૂબ જ બગાડ થયો છે તો અમને સરકાર સહાય આપે તેવી માંગ છે. 
અચાનક આવેલા કમોસમી વરસાદ થવાના કારણે અમારા પાકમાં ભારે નુકશાન થયું છે.  તાત્કાલિક સર્વે કરી સહાય આપવામા આવે તેવી માંગ છે.


Cyclone Biporjoy: કેટલો કહેર વરસાવશે ચક્રવાત 'બિપરજૉય'? ક્યાં ક્યાં થશે અસર?


દેશના દરિયાકાંઠાના વિસ્તારો પર વધુ એક ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ મંગળવારે જણાવ્યું હતું કે, ગુજરાતના દક્ષિણ પોરબંદર ખાતે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનું લો પ્રેશર ક્ષેત્ર ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. આ તોફાનને 'બિપરજોય' નામ આપવામાં આવ્યું છે. આ નામ બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવ્યું છે