Banaskantha: પાલનપુરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી, ખાનગી માલિકીની જમીન પર આઠ લાખના ખર્ચે બનાવી દીધો રોડ

બનાસકાંઠાના પાલનપુરમાં ખાનગી માલિકીની જમીન પર નગરપાલિકાએ રોડ બનાવી દીધો હતો

Continues below advertisement

બનાસકાંઠાના પાલનપુરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠાના પાલનપુરમાં ખાનગી માલિકીની જમીન પર નગરપાલિકાએ રોડ બનાવી દીધો હતો. હવે જમીન માલિકે રોડની બંન્ને તરફ ફેન્સિંગ કરી રોડ પર કબજો જમાવ્યો હતો.

Continues below advertisement

વાસ્તવમાં નગરપાલિકાએ ગયા વર્ષે કોઇ પણ પ્રકારની ખાતરી કર્યા વિના આઠ લાખ રૂપિયાના ખર્ચે  પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડથી માનસરોવરને જોડતો આરસીસી રોડ ખાનગી જમીન પર બનાવી દીધો હતો. બે દિવસ પહેલા સમગ્ર મામલે ખુલાસો થતા જમીનના માલિકે રોડની બંને સાઈડ ફેન્સિંગ કરી રોડ ઉપર કબજો કર્યો હતો. જમીન માલિકે આ જગ્યા ખાનગી માલિકીની હોઇ કોઈએ પ્રવેશ કરવો નહીં તેવું બોર્ડ પણ લગાવી દીધું હતું. રસ્તો બંધ થતા હવે વાહન ચાલકોએ દોઢ કિલોમીટર ફરીને માનસરોવર રોડ જવું પડે છે.

Gujarat: આગામી ત્રણ દિવસ કેવુ રહેશે વાતાવરણ, જાણો હવામાન વિભાગે વરસાદને લઈ શું કરી આગાહી ?

ગાંધીનગર: હવામાન વિભાગના જણાવ્યું અનુસાર રાજ્યમાં આગામી ત્રણ દિવસ વાતાવરણ સૂકું રહેશે. જો કે 9 અને 10 જૂનના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે.  9 અને 10 જૂને અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લામાં માવઠું થશે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસવાની સંભાવનાં છે.  સુરત,વલસાડ,નવસારી, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  

ભાવનગર અને અમરેલીમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.  ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આગામી 12 કલાક બાદ વાવાઝોડુ બનવાની સંભાવના છે.  દરિયામાં ભારે મોજા આવતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.  તમામ પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

કમોસમી વરસાદના કારણે પાકને ભારે નુકશાન

બનાસકાંઠા જિલ્લામાં સતત કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાવાના કારણે ખેડૂતોના ખેતરમાં ભારે નુકશાન થવા પામ્યું છે.  પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં બાજરી અને મગફળીના પાકને ભારે નુકસાન થતા ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે.

Continues below advertisement
Sponsored Links by Taboola