CM ભૂપેન્‍દ્ર પટેલની વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યનાં મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારના વિકાસ કામો માટે વિશેષ ભેટ આપી છે.

Continues below advertisement

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યનાં મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારના વિકાસ કામો માટે વિશેષ ભેટ આપી છે. મુખ્યમંત્રીએ ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્‍ટમાં ૨૦૨૫-૨૬ના વર્ષ માટે મહિલા ધારાસભ્યોને રૂ. ૨ કરોડની વધારાની ગ્રાન્‍ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. 

Continues below advertisement

ગુજરાત વિધાનસભામાં વિધાયક તરીકે જન પ્રતિનિધિત્વ કરતા ૧૪ મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના મત વિસ્તારોમાં રોડ-રસ્તાનાં વિવિધ વિકાસ કામો માટે વધારાના રૂ.૨ કરોડની ગ્રાન્‍ટ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ મળશે. 

રાજ્ય વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરતાં મહિલા ધારાસભ્યઓએ મુખ્યમંત્રીના આ વિકાસલક્ષી નિર્ણય અંગે વિધાનસભા કાર્યાલયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. 

મુખ્યમંત્રીએ આ વધારાની રૂ. ૨ કરોડની ગ્રાન્ટમાંથી પ્રત્યેક મહિલા ધારાસભ્ય ૫૦ લાખ રૂપિયા “કેચ ધ રેઈન” અભિયાનના કામો માટે ઉપયોગમાં લઈને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ વરસાદી જળસંચય અને જળસિંચન માટે દેશવાસીઓને કરેલા આહવાનને સાકાર કરે તેવો અનુરોધ કર્યો હતો.

૧૪ મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં આ વર્ષે રોડ-રસ્તાના વિકાસ કામો માટે રૂ. ૨ કરોડની વધારાની ગ્રાન્‍ટ ફાળવાશે. મહિલા ધારાસભ્યઓએ મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલને રૂબરૂ મળીને આભાર વ્યક્ત કર્યો હતો.

Continues below advertisement
Sponsored Links by Taboola