Banaskantha : રાજ્યમાં એક તરફ અપૂરતી વીજળીને લઈને ખેડૂતો પરેશાન થઇ રહ્યાં  છે, તો બીજી બાજુ સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.  સિંચાઈનું પાણી મળતું નથી, ઉપરાંત અપૂરતી વીજળીના કારણે પાકને સિંચન કરી શકાતું નથી. ખેતર પાસેથી નીકળતી કેનાલો સુખી ભઠ થઇ છે તો બીજી બાજુ નર્મદા કેનાલોમાં પાણી બંધ કરવાના નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતો સિંચાઈનું પાણી આપવા સરકારને માંગ કરી રહ્યાં છે. આવામાં આ બાબતે મુખ્યપ્રાધાનનું નિવેદન પણ સામે આવ્યું છે. 


શું કહ્યું મુખ્યપ્રધાને ? 
બનાસકાંઠા જિલ્લાના ભાભોરમાં એક કાર્યક્રમમાં હાજર રહેલા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા બાબતે નિવેદન આપ્યું. મુખ્યપ્રધાને કહ્યું કે અમે પાણી ચેક કરી લઈશું અને જો હશે તો તમને બધાને આપીશું. આ સાથે જ તેમણે કહ્યું કે ગુજરાત સરકારે  વખતે 500 કરોડ ગૌ માટે બજેટમાં ફાળવ્યા છે.



ગાંધીનગરમાં અપૂરતી વીજળીથી ખેડૂતો પરેશાન 
ગાંધીનગર જિલ્લાના મુબારકપુરા ગામના ખેડૂતો પૂરતી વીજળી ન મળતા પરેશાન.અપૂરતી વિજળીની સમસ્યાથી ગામના ખેડૂતોમાં ભારે આક્રોશ.છેલ્લા ચાર દિવસથી 8 કલાકના બદલે માત્ર 4 કલાક વીજળી મળી રહી છે..વારંવાર ત્રણ ફેઝ લાઈનમાં પાવર કટ થઈ રહ્યો છે.જેના કારણે પાકને નુક્સાન થઈ રહ્યું છે.ગઈકાલે પણ ખેડૂતોએ પૂરતી વિજળી આપવાની માંગ સાથે રજૂઆત કરી હતી. અને સમસ્યાનો ઉકેલ નહીં આવે તો માણેકપુરા 66 કેવી સ્ટેશનની તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી.ખેડૂતોની માંગ છે કે ખેતી માટેની વિજળી માટે નક્કર આયોજન કરવું જોઈએ.


ખેડૂતોને સવારે અને પૂરતી વિજળી મળે તેવી માંગ
હાલ વીજપુરવઠો માત્ર ત્રણથી ચાર કલાક આવતો હોવાની વાત ખેડૂતો કરી રહ્યાં છે અને વારંવાર પાવર કટની સમસ્યાથી મોટરોને નુક્સાન જવાની પણ ભીતિ છે, તો રાત્રિના સમયે પણ વીજળી અનિયમિત સપ્લાય કરવામાં આવે છે.જેના કારણે જંગલી જાનવરોના ડરથી રાત્રે વાવેતર થઇ શકતું નથી. પાણી માટે ખેડૂતો આંદોલન પણ કરી રહ્યા છે.ત્યારે સિંચાઈના પાણીની માંગ વચ્ચે હવે ખેડૂતોને વીજળી પણ ખોવાનો વારો આવતા ખેડૂતોની હાલત કફોડી બની..વારંવાર વીજળીમાં ડ્રિપ થવાથી મોંઘા ભાવની મોટરો પણ બળી જવાનો ભય સતાવે છે. જેથી ખેડૂતોએ સવારે અને પૂરતી વિજળી મળે તેવી માંગ છે.