SURAT : તાજેતરમાં દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં ભાજપને બાબુમાંતી મળી તો પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત મેળવી વિપક્ષના સુપડા સાફ કરી નાખ્યા. પંજાબમાં 117 વિધાનસભા બેઠકોમાંથી AAPને 92, કોંગ્રેસને 18, શિરોમણી અકાલી દળને 4, ભાજપને 2 અને અન્ય ને 1 બેઠક મળી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની જીતની અસર સુરત મહાનગરપાલિકામાં પણ જોવા મળી. સુરતમાં AAP છોડી ભાજપમાં ગયેલા મહિલા કોર્પોરેટર પંજાબમાં AAPની ભવ્ય જીત બાદ ફરી આમ આદમી પાર્ટીમાં પાછા ફર્યા. 


38 દિવસ પહેલા ભાજપમાં જોડાયા હતા મનિષા કુકડિયા
સુરતમાં 38 દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર મનિષા કુકડિયા ભાજપમાં જોડાયા હતા. જ્યારે ગઈકાલે 14 માર્ચે  મનિષા કુકડિયા ફરી AAPમાં જોડાઈ ગયા છે. જેની જાહેરાત AAP ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કરી છે.સુરત ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં થોડા દિવસ પહેલાં ભાજપમાં ગેયલા સુરત શહેરના વોર્ડ નંબર 5 ના મહિલા કોર્પોરેટર મનિષાબેન કુકડિયાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો હતો.


આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ પ્રભારી ગુલાબસિંહની હાજરીમાં AAP નો ખેસ ધારણ કરીને મનીષાબેને બધાને આશ્ચર્યમાં મુકી દીધા હતા. મનિષા કુકડિયાએ ફરી AAP માં જોડવા માટે આપના નેતાઓનો આભાર માન્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, મનિષા કુકડિયા જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે કહ્યું હતું કે, અમે જનતાની સાથે જ છીએ. અમે દબાણ વગર ભાજપમાં જોડાયા છીએ.


 




ભાજપ વિશે શું કહ્યું
આ નાગે આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયામાં લખ્યું કે ઈમાનદાર રાજનીતિ માં મનીષાબેનનું હાર્દિક સ્વાગત છે. જે પાર્ટી એ અમારી જેવા સામાન્ય કાર્યકર્તાને લીડરશિપ આપી. જે કાર્યકર્તાઓ એ અમારી જીત માટે રાત દિવસ એક કર્યા. અરવિંદ કેજરીવાલ જીએ અમારા પર આટલી આશા રાખી એમની સાથે વિશ્વાસઘાત થાય એ અસહ્ય હતું.