ગાંધીનગર:ગુજરાતના મુંખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. તેઓ આજે દિલ્લીની મુલાકાતે છે.  


ગુજરાતમાં મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યા બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્લી પીએમ મોદી સાથે મુલાકાત માટે પહોંચ્યા છે. આજે બપોરે 4 વાગ્યે ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. ગુજરાતમાં રાજકિય ઉથલપાથલ બાદ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર પસંદગીની મહોર લાગી હતી,મુખ્યમંત્રી બન્યા બાદ આ તેમની પહેલી પીએમ મોદી સાથે મુલાકાત છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  વડાપ્રધાન મોદીની મુલાકાત લે તે પહેલા ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુ સાથે પણ મુલાકાત કરશે, તેમજ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરશે.. તેઓ ત્યારબાદ 12 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરશે, ઉપરાંત રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે જ પણ મુલાકાત કરશે, તેઓ સાંજે 6 વાગ્યે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે પણ શુભેચ્છા મુલાકાત કરશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાત્રે દિલ્લીથી અમદાવાદ પરત ફરશે.


ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં રાજકિય ઉથલપાથલ બાદ સિનિયર વરિષ્ઠ નેતાઓની અવગણતાના કરીને મુખ્યમંત્રી તરીકે  ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાઇ છે. આ સ્થિતિમાં ચૂંટણીના ગણતરીના મહિના પહેલા થયા પરિવર્તનને અનેક રીતે જોવાઇ રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રીનો ચાર્જ સંભાળ્યા બાદ


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વડાપ્રધાન મોદી સાથેની આ મુલાકાતે મહત્વની ગણવામાં આવી રહી છે આ મુલાકાતમાં ગુજરાતના મોડલ અને આગામી ચૂંટણીને લઇને કઇ રીતે રાજ્યમાં શાસન ચલાવવું તે મદ્દે ચર્ચા થઇ શકે છે. ઉલ્લેખનિય છે કે ગઇકાલે ઉત્તર પ્રદેશના ગર્વનર આનંદી બહેન પટેલે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.


આ પણ વાંચો


CM દિલ્હીના પ્રવાસે, ખાસ પેકેજની જાહેરાત, વિરોધીઓ પર નીતિન પટેલ ગરજ્યા, જાણો ગુજરાતના મહત્ત્વના સમાચાર


Apple iOS 15 Updates: iOS 15 અને iPadOS 15 આજે થશે રિલીઝ, જાણો નવા ક્યા ફીચર્સ મળશે


Kohli on RCB Captaincy: કોહલીએ લીધો મોટો નિર્ણય, IPL 2021 ના બીજા તબક્કા બાદ છોડી દેશે  RCB કેપ્ટનશી