ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશની  જેમ હવે ગુજરાતમાં પણ લેવ જેહાદ માટે કાયદો લાવવાનો  રૂપાણી સરકારે  નિર્ણય કર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમણે આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.


વડોદરામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીના પ્રચાર માટે યોજાયેલી સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું, કે, મધ્યપ્રદેશ, યૂપી. ઉત્તરાખંડ બાદ  ગુજરાતમાં પણ લવ જેહાદનો કાયદો લાવવવામાં આવશે.

સીએમ રૂપાણીએ જણાવ્યું કે, લાલચ અને છેતરામણીથી લગ્ન કરીને ધર્મપરિવર્તન થતાં હોવાના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે આ બદઇરાદા સામે સંકજો કસવા માટે લવ જેહાદનો કાયદો લાવવો જરૂરી છે. ગુજરાતમાં ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ 2003 અંતર્ગત દબાણ, લાલચ કે પછી છેતરપિંડી દ્વારા કોઈ વ્યક્તિનું ધર્મપરિવર્તન કરાવવું કાયદા હેઠળ પ્રતિબંધિત છે, જોકે રાજ્ય સરકારે હવે નવા કાયદાને લાવીને લવ-જેહાદ મામલે કાયદેસર પગલાં ભરવા માગે છે.

ગત ડિસેમ્બરમાં વડોદરામાં બ્રાહ્મણ યુવતીને ધર્મપરિવર્તન કરાવીને લગ્ન કરાવવાનો કિસ્સો સામે આવ્યા બાદ આ માંગણી ઉગ્ર બની હતી. ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ મુખ્યમંત્રીને પત્ર લખીને આ કાયદો ઝડપથી ગુજરાતમાં લાગુ કરવા માંગ કરી હતી.