ગાંધીનગર: કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોંલકીને આજે સવારે કોરોના પોઝિટિવ આવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટેલિફોનિક વાતચીતમાં ભરત સિંહના ખબર અંતર પૂછ્યા અને જરૂરી તમામ મદદ આપવાનું આશ્વાસન આપ્યું છે.


કૉંગ્રેસના પૂર્વ પ્રમખ ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમને વડોદરાની બેંકર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. ગઈકાલે ભરતસિંહ સોલંકીના સેમ્પલ લેવાયા હતા. તેમની તબિયત નાદુરસ્ત રહેતા કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો.

પૂર્વ કેંદ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલા શક્તિસિંહ ગોહિલ હોમ ક્વોરન્ટાઈન થયા છે. શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોંલકી બંને રાજ્યસભા ઈલેક્શન સમયે સંપર્કમાં આવ્યા હતા. શક્તિસિંહ બિહારના પ્રભારી હોવાથી બિહાર જવાના હતા પરંતુ સાવચેતીના ભાગ રૂપે તેઓએ બિહારનો પ્રવાસ રદ્દ કર્યો છે અને પોતાને હોમ ક્વોરન્ટાઈન કરી લીધા છે.