ગાંધીનગર: રાજ્યમાં તૌક્તે વાવાઝોડાના ખતરા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રભાવિત વિસ્તારમાં પહોંચ્યા છે. પ્રભાવિત વિસ્‍તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતુ. બાદમાં  ઉના ખાતે અઘિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ રાજ્યમાં આશિંક લોકડાઉનને લઈ પીપાવાવમાં મોટી જાહેરાત કરી હતી.  36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે. રાજ્યના 36 શહેરોમાં નિયંત્રણો હળવા કરાયા છે. લારી ગલ્લા સહિતની દુકાનો સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. 


રાજ્યમાં ભલે કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો હોય પરંતુ સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી. જેથી હજુ એક સપ્તાહ એટલે કે આગામી 27 મે સુધી રાજ્યના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહી શકે છે. માત્ર મુખ્યમંત્રીએ દિવસમાં છ કલાક માટે વેપારીઓને ધંધા-રોજગારની છૂટ આપી છે. 


આ નિર્ણયને પગલે રાજ્યમાં 21મેથી લારી, ગલ્લા અને વેપારીઓને 6 કલાક સુધી વેપાર-ધંધા રાખવાની છૂટ મળી છે. જો કે બપોરે 3 વાગ્યા બાદ માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે. તમામ દુકાનો 6 કલાક જ ખુલ્લી રાખી શકાશે.


ઉલ્લેખનીય છે કે, આ પહેલા વાવઝોડાની પરિસ્થિતિને પગલે તંત્ર કામમાં હોવાથી રાત્રિ કર્ફ્યૂ અને વધારાના નિયંત્રણો 18,19,20 મેના રોજ ત્રણ દિવસ સુધી મિનિ લોકડાઉન યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.


રાજ્યના 36 શહેરોમાં જીવન જરૂરીયાતની દુકાનો સિવાય અનેક ધંધા-રોજગાર બંધ છે. તો રાત્રે 8થી સવારે 6 કલાક સુધી રાત્રી કર્ફ્યૂ પણ લાગૂ છે. હવે રાજ્યમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. તેને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વેપારીઓને મોટી છૂટ આપી છે. રાજ્યમાં મિનિ લોકડાઉનમાં થોડી રાહતો આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. લારી ગલ્લા સહિતની દુકાનો સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. તમામ દુકાનો 6 કલાક જ ખુલ્લી રાખી શકાશે.