આજે વહેલી સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના પત્ની અંજલીબેન સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં હતા અને પૂજા-અર્ચના કરી હતી. મહાદેવના જળાભિષેક સાથે રૂપાણીએ મહાપૂજા કરી હતી. મુખ્યમંત્રીના આગમનને લઈને સોમનાથ મંદિરમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલિબેને સજોડે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં હતાં જ્યાં પરિવાર સાથે વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ પ્રંસગે નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, ભાનુબેન બાબરિયા સહિતના લોકો જોડાયા હતાં.

વિજય રૂપાણીએ શુક્રવારે પરિવાર સાથે સોમનાથ પહોંચ્યા હતાં અને રાત્રિ રોકાણ પણ સોમનાથમાં જ કર્યું હતું. આજે સવારે વિજય રૂપાણીએ પરિવાર સાથે પૂજા કરી હતી.