ક્રેડાઈ ગુજરાત દ્વારા આયોજિત ગ્રોથ એમ્બેસેડર્સ સમિટ 2019ના પ્રારંભ પ્રસંગે વિજય રૂપાણીએ ગુજરાતના 3000 બિલ્ડરોને સ્કાયલાઈન માટે આહ્વાન કર્યું હતું. આ પ્રોત્સાહનો ડી-1ની સાથે ડી-2, ડી-4 અને ડી-7છ કેટેગરીના શહેરો-નગરોમાં પણ મળશે.

કેટેગરીના મહાનગરો-શહેરોમાં સત્તામંડળના વિસ્તારોમાં અગાઉ 1.2 FSI મળતી હતી તે વધારીને હવે 1.8 FSI આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ચાર્જેબલ FSI સમાવિષ્ટ છે. આ ચાર્જેબલ FSIમાંથી મળનારી રકમમાંથી 50 ટકા રકમ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાને વીજળીનું બિલ ભરવા કે અન્ય જાહેર હેતુના કામો કરવા આપવામાં આવશે.
વિજય રૂપાણીએ આ બધી જાહેરાતો અમદાવાદ ખાતે યોજાયેલા બિલ્ડરોના સેમિનારમાં કરી હતી. આ પરિષદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા મહેસૂલ મંત્રી કૌશિક પટેલ પણ ઉપસ્થિત હતાં.