અમદાવાદઃ હવામાન વિભાગે આગામી 3 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ પડશે તેવી આગાહી કરી છે. આ ઉપરાંત તારીખ 26 સપ્ટેમ્બર અને 27 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં હિકા નામનું વાવાઝોડું સક્રિય થયું હોવાથી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. હાલ આ વાવાઝોડું ઓમાન તરફ જઈ રહ્યું છે. 26 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 27મીએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ સિવાય નવરાત્રિમાં પણ વરસાદ પડવાની આગાહી કરી છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન સાર્વત્રિક વરસાદ રહેશે તેવી આગાહી કરી છે. નવરાત્રિમાં મેઘરાજા ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસુ ઓકટોબરના પ્રથમ સપ્તાહ બાદ વિદાય લેશે. નવરાત્રિમાં અનેક જીલ્લામાં વરસાદની શક્યતા છે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 126 ટકા વરસાદ પડ્યો છે.


વાત કરવાનો સમય ખતમ, દુનિયાએ કામ કરવાનો આવ્યો છે સમયઃ UNમાં મોદીનું સંબોધન

ઓટો સેક્ટરમાં મંદી વચ્ચે પેટ્રોલ-ડીઝલ કારના ભવિષ્ય અંગે નીતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું.......

બોલીવુડની આ હોટ એક્ટ્રેસે લગ્ન પહેલા જ આપ્યો પુત્રને જન્મ, બ્રેસ્ટફિડ કરાવતી તસવીર કરી શેર