CM વિજય રૂપાણીનો દાવો કહ્યું, પેટા ચૂંટણીમાં ભાજપ તમામ બેઠકો જીતશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Sep 2019 09:48 PM (IST)
આગામી 21મી ઓક્ટોબરે ગુજરાતમાં ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાશે.
જામનગર: આજે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા આજે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. આ સાથે વિધાનસભાની પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર સનીલ અરોડાએ આજે ગુજરાતની પણ ચાર બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. જે પ્રમાણે ગુજરાતમાં અમરાઇવાડી, લુણાવાડા, થરાદ અને ખેરાલુમાં પેટાચૂંટણી યોજાવાની છે. પેટા ચૂંટણીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌથી મોટો દાવો કર્યો છે. વિજય રૂપાણીએ કહ્યું, પેટા ચૂંટણીમાં ભાજપ તમામ બેઠકો પર જીત મેળવશે. કૉંગ્રેસના તમામ ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ જશે. આગામી 21મી ઓક્ટોબરે ગુજરાતમાં ચાર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાશે.