દાહોદ શહેરમાં સવારથી જ વરસાદ શરૂ થયો હતો. દાહોદ તથા સંજેલી સહિત આસપાસના વિસ્તારના ગામોમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. દાહોદમાં જોરદાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દાહોદની બજારોમાં તો નદીના વહેણની જેમ પાણી વહી નીકળ્યા હતાં. રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.