અમદાવાદ: રાજ્યમાં શિયાળાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે હવે ઠંડીનું જોર વધશે. મોટાભાગના શહેરોમાં તાપમના 14થી 16 ડિગ્રી વચ્ચે રહેશે. મોડી રાત્રે 2થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ આ માહિતી આપી છે. રાજ્યમાં આગામી પાંચ સુધી સુધી તાપમાનમાં કોઈ ભારે ફેરફાર થવાની કોઈ સંભાવના નથી.  અમદાવાદ શહેરમાં હાલ 16 ડિગ્રી આસપાસ તાપમાન છે. જે આગામી દિવસોમાં 16.5થી 17 રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે.  ગિરનાર પર્વત પર 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું છે. રાજ્યમાં મોટાભાગનાં વિસ્તારમાં 16 ડિગ્રી સુધી તાપમાન રહેશે. મોડી રાતે બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે.


Gujarat Election 2022: સુરતથી કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રચંડ પ્રચારની શરુઆત કરી, કહ્યું- 'આ દેશના પહેલા માલિક આદિવાસીઓ છે'


Gujarat Election 2022: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર માટે આજે ગુજરાતમાં આવ્યા છે. રાહુલ ગાંધીએ સુરતના મહુવામાં જનસભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ મહુવામાં જનસભા સંબોધતા કહ્યું, ભારત જોડો યાત્રાને જનતા ખૂબ જ આર્શીવાદ આપી રહી છે. ખેડૂત, દલિત, આદિવાસી સહિત તમામ વર્ગના લોકો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું આ પ્રેમ અને લાગણીની યાત્રા છે. હિંદુસ્તાનને જોડવાનું કામ ગાંધીજીએ કર્યું હતું.  સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનવલના પાંચ કાકડામાં રાહુલ ગાંધીની જંગી સભાનું આયોજન થયું છે.


રાહુલ ગાંધીએ કહ્યું, દરેક જાતિ અને ધર્મના લોકો ઉત્સાહ અને ઉમંગથી ભારત જોડો યાત્રામાં જોડાય છે અને અમે સૌ આ દેશમાંથી નફરતને ખતમ કરવા આ યાત્રા કરી રહ્યા છીએ. ભાજપ તમને આદિવાસી નહીં પણ વનવાસી કહીને તમારી ઓળખ ભુલાવી રહ્યા છે.  જંગલ જમીન અને પર્યાવરણ વિષે આદિવાસીઓ જેટલું કોઈ જાણતું નથી.  આ દેશના પહેલા માલિક આદિવાસીઓ છે.


રાહુલ ગાંધીએ કહ્યું આદિવાસી સમાજ સાથે મારા પરિવારને સંબંધ ખૂબ જ જૂનો છે.  હું નાનો હતો ત્યારે મારા દાદી ઈન્દીરાએ એક ચોપડી આપી હતી. જે મને સૌથી વધુ પ્રિય હતી. જેમાં ફોટો હતો. મને આદિવાસી વિષે વધુ ખબર નહોતી. એક આદિવાસી બાળક પુસ્તકમાં બધા ફોટો જંગલ વિષે અને એ બાળકના જીવવા વિષે હતી. હું દાદી સાથે આ પુસ્તક વાંચતો.દાદી મને સમજાવતી હતી. એક દિવસ મેં પૂછ્યું દાદી, આ પુસ્તક બહુ ગમે છે. તેણીએ કહ્યું આ પુસ્તક આપણા આદિવાસી વિષે છે. આ હિન્દુસ્તાનના પહેલા અને અસલી માલિક છે.


કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ગઈકાલે યાત્રામાં રામ નામનો યુવાન મળ્યો, જે યુવાન મને મળીને રડી પડ્યો હતો.તેણે કહ્યું, કોરોનામાં મારુ આખું કુટુંબ ચાલ્યું ગયું. આ દુનિયામાં મારુ કોઈ નથી. હોસ્પિટલમાં ડોક્ટરો સામે હાથ જોડ્યા. પરંતુ તેઓએ મારા પરિવારને બચાવ્યું નથી. હું બેરોજગાર છું. મને કોઈ રસ્તો નથી દેખાતો. આજે મને કોઈ રસ્તો નથી દેખાતો. આદિવાસીઓની જમીન લઈ લેવામાં આવે છે. અમને પૂછ્યા વગર જમીનો ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવે છે.અમારી જમીનનાં પૈસા આપ્યા વિના અમારી મા એવી જમીનને મફતમાં આપી દેવામાં આવે છે.