Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પીએમ મોદીના પ્રચારનો આજે ત્રીજો દિવસ છે. આજે પીએમ મોદીએ સુરેન્દ્રનગરના દૂધરેજમાં ચૂંટણી સભા સંબોધી. જેમાં તેમણે વિરોધીઓ પર પ્રહાર કરવાની સાથે ખેડૂતોને રિઝવવા માટે ઘણી વાતો કરી.


ખેડૂતોને રિઝવવા પીએમ મોદીએ શું કહ્યું



  • એક જમાનામાં યુરિયા પાછળના દરવાજેથી બારોબાર વેચાઇ જતું હતું. યુદ્ધને લીધે યુરિયાની એક થેલી બે હજારમાં લાવીએ છીએ પણ ખેડૂતને યુરિયાની એક થેલી 270મા આપીએ છીએ. નેનો યુરિયા લાવીને ખેડૂતોના ખર્ચાને ઘટાડવાનો પ્રયાસ કર્યો છે.

  • કપાસ અને મગફળીના કોઇ દિવસ આટલો ભાવ મળ્યો નથી. આ દેશનો કોઇ પણ એવો નાગરિક નહી હોય જેણે સુરેન્દ્રનગરનું મીઠું ખાધુ ના હોય. અગરીયાઓની ચિંતા ભાજપ સરકારે કરી છે. સોલર પંપથી પણ અગરીયા ભાઇઓને મદદ કરી રહ્યા છીએ.

  • ડેરી સેક્ટરમાં સુરેન્દ્રનગર જિલ્લાએ મોટો પ્રભાવ ઉભો કર્યો છે. 24 કલાક વિજળીથી દૂધને સાચવવામાં અને દૂધની ક્વોલિટી સારી થઇ છે. આજે ગુજરાતમાં લગભગ પોણા બસો લાખ મેટ્રિક ટન દૂધનું ઉત્પાદન થાય છે. સુરસાગર ડેરી તો સુખસાગર ડેરી થઇ ગઇ છે.

  • નર્મદા યોજનાનો સૌથી મોટો લાભ કોઈ જિલ્લાને મળશે એવું મેં કહ્યું હતું, એ સુરેન્દ્રનગર જિલ્લાને મળશે અને આજે એ લાભ તમને પહોંચી ગયો છે. નર્મદા વિરોધીના ખભે હાથ મુકીને પદયાત્રા કરનારને ગુજરાતની જનતા આપશે સજા.

  • સુરેન્દ્રનગર જિલ્લો મીઠું પકવવાની અંદર એક્કો છે. હિંદુસ્તાનનું 80% મીઠું ગુજરાતમાં પેદા થાય છે. એનાથી લાખો લોકોને રોજગાર મળે છે. આજે ભાજપની સરકારે 100 જેટલી યુનિવર્સિટીઓ બનાવી દીધી છે, 5 ગણો વધારો કર્યો છે.






ધર્મ કે મોદી ? કયા મુદ્દા પર ગુજરાતની જનતા આપશે વધારે વોટ, સર્વેમાં આવ્યા ચોંકાવનારા પરિણામ


ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સ્પર્ધા રસપ્રદ બની રહી છે. આમ આદમી પાર્ટીએ રાજ્યમાં સ્પર્ધાને ત્રિકોણીય બનાવવાનો દાવો કર્યો છે. તે જ સમયે, AIMIM મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકો પર તેના ઉમેદવારોની જીતનો દાવો કરી રહી છે. હવે રાજ્યના લોકો ક્યા પક્ષના ઉમેદવારને કયા આધારે મત આપે છે, તે તો 8મીએ આવતા પરિણામ નક્કી કરશે, પરંતુ તે પહેલા ABP ન્યૂઝ C-VOTERએ રાજ્યની જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો છે.


એબીપી ન્યૂઝ સી-વોટરના ઓપિનિયન પોલમાં, જનતાને પૂછવામાં આવ્યું હતું કે તેઓ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કયા આધારે મત આપશે. તેમના માટે કયું પરિબળ મહત્ત્વનું રહેશે? જોઈએ જનતા શું જવાબ આપે છે.


ગુજરાતમાં તમે કયા આધારે મતદાન કરશો


ધર્મ - 14 ટકા


જાતિ-14 ટકા


વિકાસ - 33 ટકા


મોદી-26 ટકા


અન્ય - 13 ટકા


તેવી જ રીતે, ગુજરાતના લોકોને પૂછવામાં આવ્યું હતું કે શું ઓવૈસીની પાર્ટી રાજ્યમાં વધુ સારું પ્રદર્શન કરશે કે કોંગ્રેસના મતો કાપવાથી જ ભાજપને ફાયદો થશે. જનતાને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ઓવૈસીથી ભાજપને ફાયદો થશે કે નુકસાન? ચાલો જોઈએ ગુજરાતની જનતાએ શું કહ્યું


ઓવૈસીના કારણે ગુજરાતમાં ભાજપને ફાયદો થશે?


હા- 51


ના-49


નોંધ- ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ઘોંઘાટ વધી ગયો છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન છે. તમામ પક્ષોના નેતાઓએ પ્રચારમાં પોતાની તાકાત લગાવી દીધી છે. સી વોટરએ ગુજરાતની ચૂંટણીને લગતા એબીપી સમાચાર માટે સાપ્તાહિક સર્વે કર્યો છે. આ સર્વેમાં ગુજરાતના 2 હજાર 128 લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં સર્વે કરવામાં આવ્યો છે. તેમાં ભૂલનું માર્જિન વત્તા માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે. આ સર્વે શનિવારે (19 સપ્ટેમ્બર) ટીવી પર પ્રસારિત કરવામાં આવ્યો હતો.