ન્યુઝ પેપરમાં છપાયેલા અહેવાલ પ્રમાણે, 25 અને 26 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના ઘણાં વિસ્તારોમાં કમોસમી માવઠું થાય તેવી સંભાવના છે. જ્યારે આ મહિનાના અંતમાં ઉનાળો જામી ગયો હોય તેવો અનુભવ થશે. 27થી 29 ફેબ્રુઆરીમાં આકરી ગરમી પડશે. ઘણી જગ્યાએ તો 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ડિગ્રી પહોંચી જશે.
25થી 27 ફેબ્રુઆરીએ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થાય તેવી સંભાવના છે. જ્યારે 19, 20 અને 21 ફેબ્રુઆરીએ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ ઉપરાંત 21 અને 22 ફેબ્રુઆરી ઠંડા પવન ફૂંકાશે.