સુરેન્દ્રનગરઃ રાજ્યમાં ગમખ્વાર અકસ્માત અટકવાનું નામ જ નથી લેતા. લીંબડી-રાજકોટ હાઇ વે પર ચોટીલા નજીક સાંગાણી ગામના પાટીયા પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર પલટી મારી ગઈ હતી, જેમાં બે મહિલા અને એક પુરુષનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે એક ઇજાગ્રસ્તને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ કાર નાળા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, આ પરિવાર જામનગરથી પાલનપુર જતો હતો. તે દરમિયાન ચોટીલા બળદેવ હોટલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતને પગલે સ્થાનિકો એકઠા થયા હતાં. જે બાદ પોલીસ અને 108ની ટીમને પણ જાણ કરાતા તેઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
મનીષ સિસોદિયાએ નામ લીધા વગર PM પર કર્યો પ્રહાર, કહ્યું- 10 લાખના સૂટ કરતાં તે રૂપિયા જનતા પર ખર્ચ થાય તો સારું
ટીમ ઈન્ડિયાએ મેદાન પર સેલિબ્રેટ કર્યો મયંક અગ્રવાલનો બર્થ ડે, જુઓ તસવીરો
મોદી-ટ્રમ્પના મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમમાં કયા દિગ્ગજ કલાકાર લોકોનું કરશે મનોરંજન ? કયા ક્રિકેટરો રહેશે હાજર ? જાણો વિગત
સુરેન્દ્રનગરઃ કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા થયો અકસ્માત, ત્રણનાં ઘટનાસ્થળે જ મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Feb 2020 10:49 AM (IST)
આ અકસ્માતને પગલે સ્થાનિકો એકઠા થયા હતાં. જે બાદ પોલીસ અને 108ની ટીમને પણ જાણ કરાતા તેઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -