ગાંધીનગરઃ ગુજરાતમાં હજી પણ લોકો ઠંડીમાં ઠૂંઠવાશે. ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષાથી હજી આગામી થોડા દિવસ ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડીનો અનુભવ થશે. હવામાન વિભાગના મતે ઉત્તર-પૂર્વ દિશાનો પવન ફૂંકાવાને કારણે આગામી 3-4 દિવસ સુધી ઠંડીનું જોર રહેશે. તો કચ્છમાં શીત લહેરની અસર જોવા મળી રહી છે.
આજે પણ રાજ્યના 9 જેટલા શહેરનું તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે.જયારે રાજ્યના મોટા ભાગના શહેરમાં લઘુત્તમ તાપમાન 11થી 16 ડિગ્રીની વચ્ચે નોંધાયું છે. તો 4 પોઈંટ 2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું તો અમદાવાદમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગના અનુસાર આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાનમાં નજીવો વધારો થશે. રાજ્યના 21 શહેરોમાંથી ફક્ત 3 શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે રહ્યો હતો. કચ્છનું નલિયા આજે પણ સૌથી ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં 5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું તો ડીસા અને કંડલામાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદમાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
IOCL Recruitment 2022: 12મું પાસ માટે બંપર વેકેંસી, અહીંયા કરો અરજી, મળશે તગડો પગાર
ગુજરાતમાં PSIની શારિરીક કસોટીમાં થયા એવા છબરડા કે જાણીને લાગી જશે આઘાત, જાણો સુધારો કરવા શું કરવું પડશે ?
શનિની મહાદશાથી આ રાશિના જાતકને મળશે આ વર્ષે મુક્તિ, જાણો કઇ-કઇ રાશિને મળશે સાડાસાતીથી મુક્તિ
Hottest Girl : અંગ પ્રદર્શન કરતી સાક્ષીની તસવીરોએ ફેન્સને કર્યા પાગલ, સુંદરતાના મામલે હીરોઇનોને પણ આપે છે ટક્કર
જ્યોતિષ: આપની કિસ્મત ચમકાવી શકે છે આ રાશિની યુવતી, આદર્શ પત્ની સાબિત થાય છે, તેના કારણે પતિનો ભાગ્યોદય થાય છે