અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણાં દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે જોકે ગુજરાતીઓ માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડીનું જોર ઘટશે અને થોડા દિવસ વિરામ લે તેવી સંભાવના છે. સોમવારે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.
ભારતીય હવામાન વિભાગ (IMD)ની વેબસાઈટ પ્રમાણે, અમદાવાદમાં સોમવારે મહત્તમ તાપમાન 28.4 ડિગ્રી સેલ્સિઅસ જ્યારે લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી સેલ્સિઅસ નોંધાયું હતું. જે અનુક્રમે સરેરાશ કરતાં 0.7 અને 0.8 ડિગ્રી વધારે હતું. આજે પણ દિવસ દરમિયાન 15 ડિગ્રી તાપમાન રહેશે તેવું અનુમાન છે.
IMDના જણાવ્યું પ્રમાણે, અચાનક પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો છે. આજે અને આવતીકાલે એટલે મંગળવાર અને બુધવાર લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થાય તેવી સંભાવના નથી. આ શિયાળામાં રાજ્યમાં તાપમાનમાં ચક્રીય વલણ જોવા મળ્યું છે.
દરિયાકિનારે આવેલા વિસ્તારોમાં પણ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી કરતાં વધારે નોંધાયું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 10.8 ડિગ્રી સાથે ડીસા સૌથી વધારે ઠંડુ હતું. જ્યારે અમદાવાદમાં 13.6, વલ્લભવિદ્યા નગરમાં 13.6 અને ગાંધીનગરમાં 14 ડિગ્રી સેલ્સિઅસ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત
abpasmita.in
Updated at:
07 Jan 2020 10:11 AM (IST)
અમદાવાદમાં સોમવારે મહત્તમ તાપમાન 28.4 ડિગ્રી સેલ્સિઅસ જ્યારે લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી સેલ્સિઅસ નોંધાયું હતું. ગુજરાતમાં ઠંડીનું જોર ઘટશે અને થોડા દિવસ વિરામ લે તેવી સંભાવના છે
ગુજરાતમાં હાડ થિજાવતી ઠંડીના કારણે જનજીવન પર માઠી અસર થઈ છે. ડિસેમ્બરમાં અનુભવાય તેવી ગાત્રો થિજાવતી ઠંડી ફેબ્રુઆરીમાં પડી રહી છે. અમદાવાદ 8.1 ડિગ્રી સાથે ઠંડ રહી હતી જ્યારે નલિયા 5.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -