કડકડતી ઠંડીની વચ્ચે રાજ્યમાં ચારેય તરફ ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ યથાવત છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. સૌરાષ્ટ્રના કેશોદમાં સૌથી વધુ ઠંડીનો પારો 6.4 ડિગ્રી પર પહોંચી ગયો છે તો નલિયામાં ઠંડીનું તાપમાન 6.4 ડિગ્રી પર પહોંચી ગયુ છે.


હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના સાત શહેરોમાં ઠંડીનો પારો ઠંડીનો પારો 10 ડિગ્રી પર પહોંચ્યો છે. રાજકોટમાં નવ ડિગ્રી, પોરબંદરમાં 8.6 ડિગ્રી, જામનગરમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

દેશની વાત કરીએ તો કશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ફરીથી હિમવર્ષાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. કશ્મીર અને હિમાચલમાં ભારે હિમવર્ષાથી જનજીવન ખોરવાયુ છે. હવામાન વિભાગની આગાહીની વચ્ચે દિલ્લીમાં 18.6 મી.મી અને હિમાચલમાં 11 મીમી વરસાદ વરસ્યો હતો. તો હિમવર્ષા બાદ અટલ ટનલ નજીક એકનું મોત નિપજ્યુ હતું. જ્યારે 300 લોકોને બચાવાયા હતા.

હિમવર્ષાના કારણે કશ્મીરના માર્ગ અને હવાઈ સેવા ખોરવાઈ છે. વરસાદને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં સરેરાશ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી ગગડવાની શક્યતા છે. દક્ષિણ કશ્મીરના કાઝીગંદમાં નવ ઈંચ સુધી બરફના થર જામ્યા હતા. શ્રીનગર-જમ્મુ હાઈવે પર જવાહર ટનલ નજીક 10 ઈંચ હિમવર્ષા થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે કશ્મીરના અનેક વિસ્તારોમાં તાપમાન માઈનસ 5.9 ડિગ્રીથી લઈને માઈનસ 1.5 ડિગ્રી સુધી નોંધાયુ હતુ.