અમદાવાદઃ રાજ્યમાં હાલ ઠંડીનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે ઠંડીને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 23 કલાક બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે.

અમદાવાદ સહિત ક્યાં પડશે કાતિલ ઠંડી

આગામી 3 દિવસમાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે. અમદાવાદ સહિત મહેસાણા, પાલનપુર, ડીસા, બનાસકાંઠા, સાબરકાંઠામાં આવતીકાલથી કાતિલ ઠંડી પડશે. હાલ પવન સાથેની ઠંડીથી અનેક શહેરોમાં લોકોને દિવસભર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારો પરથી વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થશે. જેની અસરથી મેદાની પ્રદેશો ઉપરથી પસાર થતાં પવન પ્રભાવિત થશે. જેના કારણે આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર વધશે.

હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાની સીધી અસર જોવા મળી રહી છે. પહાડી વિસ્તારોમાં ચારેબાજુ બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી. જ્યારે તેની અસરના પગલે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

INDvNZ: વન ડે શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ફટકો, રોહિત શર્મા થયો બહાર

INDvNZ: રોહિત શર્માના સ્થાને કોને મળી શકે છે ભારતીય ટીમમાં સ્થાન, જાણો વિગત

અમરેલીઃ સાવરકુંડલાના બાઢડા પાસે બે કાર અને બાઇકનો ત્રિપલ અકસ્માત, બેનાં મોત