Ambalal Patel weather update: ગુજરાતમાં આગામી દિવસોમાં કાતિલ ઠંડી પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે, આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થશે અને કાતિલ ઠંડીનો અનુભવ થશે.


17 થી 22 ડિસેમ્બર દરમિયાન ઠંડીમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ ત્યારબાદ ફરીથી ઠંડી વધવાની શક્યતા છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઠંડી ઘટશે.


અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે, 23 થી 31 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડી પડી શકે છે. અરબી સમુદ્ર અને પશ્ચિમ બંગાળના સમુદ્રમાં લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાતમાં 16 થી 22 ડિસેમ્બર દરમિયાન માવઠાની શક્યતા પણ છે.


આ આગાહીને ધ્યાનમાં રાખીને, લોકોએ ઠંડીથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવી જોઈએ. જેમ કે ગરમ કપડા પહેરવા, ગરમ ખોરાક લેવો અને ઠંડા પાણીથી દૂર રહેવું.


હવામાન વિભાગે શું કરી આગાહી?


ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે આગાહી કરી છે કે દેશના ઘણા રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી શીત લહેર ચાલુ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય વિસ્તારોમાં શીત લહેર, ગાઢ ધુમ્મસ અને હિમવર્ષા થવાની સંભાવના છે. દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર રચાયો છે, જે અપર એરના ચક્રવાતી પરિભ્રમણથી પ્રભાવિત છે. આ સિસ્ટમ આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બની શકે છે અને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને અંતે 11 ડિસેમ્બર સુધીમાં તમિલનાડુ અને શ્રીલંકા નજીક દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં પહોંચી શકે છે.


પશ્ચિમી વિક્ષેપ ઉત્તરને અસર કરી રહ્યું છે, જેના કારણે હિમાલયના પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા હિમવર્ષા થઈ શકે છે અને ઉત્તરીય મેદાનો અને પૂર્વીય રાજ્યોના ભાગોમાં ગાઢ ધુમ્મસ છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ શીત લહેર યથાવત રહેવાની શક્યતા છે. 10 થી 13 ડિસેમ્બર સુધી તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે 12 ડિસેમ્બરે કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.


11 અને 12 ડિસેમ્બરે કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને યાનમમાં આવી જ સ્થિતિ જોવા મળી શકે છે. કેરળ અને માહેમાં 11 થી 13 ડિસેમ્બર વચ્ચે વરસાદની સંભાવના છે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે.


આ પણ વાંચો...


PM Kisan: PM-કિસાન સન્માન નિધિ વધીને રૂપિયા 12 હજાર થશે? નાણામંત્રીએ ખેડૂતો સાથે....