હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી ઠંડીનું પ્રમાણ વધી શકે છે. ખાસ કરીને 2 અને 4 ફેબ્રૂઆરીએ 2થી 4 ડિગ્રી તાપમાનનો પારો ગગડતા હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરવો પડશે.


રાજ્યમાં ફરી ઠંડુનું પ્રમાણ વધી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 4 ફેબ્રુઆરીથી ઉત્તર તરફના પવન ફૂંકાશે. જેના કારણે તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધશે. કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કરવા તૈયાર રહેવું પડશે.

હવામાન વિભાગની આગાહી મુજબ 4 અને 5 ફેબ્રુઆરીએ લધુતમ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટી શકે છે. જેના પગલે રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી અનુભવાશે, હાલ  નલિયામાં 5.8 અમદાવાદમાં 9.5 ગાંધીનગરમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે સોમવારે આગહી કરતા જણાવ્યું હતું કે, ત્રણ દિવસની રાહત બાદ ફરી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે, જો કે છેલ્લા 2 દિવસથી મહત્તમ તાપમાનમાં પણ વધારો જોવા મળતા ઠંડીથી રાહત મળી હતી પરંતુ ફરી ઉત્તર તરફના પવન ફૂંકાતા કોલ્ડવેવને કારણે રાજ્યમાં ફરી એકવાર કડકડતી ઠંડી અનુભવાશે,