ગાંધીનગર:  ઉત્તર પશ્ચિમના ઠંડા પવન સીધા આવતા અમદાવાદ સહિત રાજ્યમાં કોલ્ડવેવની અસર શરૂ થઈ છે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તેની અસર વર્તાશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તરના સીધા ઠંડા પવનની અસર સૌથી વધુ કચ્છ અને સૌરાષ્ટ્રના ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર તથા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં રહેશે. 


ઠંડા પવન ફૂંકાવાના કારણે બાળકો, પ્રેગ્નેન્ટ મહિલા તથા કોમોર્બિડ વૃદ્ધોને ખાસ સાવચેતી રાખવા કહેવાયું છે. આ સાથે 48 કલાક સુધી મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. અમદાવાદમાં આજે 6.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.  જ્યારે ગાંધીનગર સૌથી 4.3 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું છે.


ગુજરાત કોંગ્રેસનો આ સ્ટાર પ્રચારક યુપીમાં કરશે ચૂંટણી પ્રચાર


ઉત્તરપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચાર માટે 30 સ્ટાર પ્રચારકોની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતમાંથી સ્ટાર પ્રચારક તરીકે હાર્દિક પટેલના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સોનિયા ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ગુલામ નબી આઝાદ, અશોક ગેહલોત, ભૂપેશ બધેલ, સચિન પાયલટના પણ નામ છે.


વીડિયો વાનના ઉપયોગને લઈ ચૂંટણી પંચે જાહેર કર્યા દિશાનિર્દેશ


ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે વીડિયો વાનનો ઉપયોગ કરવા સંબંધિત માર્ગદર્શિકા જારી કરી છે. આ અંતર્ગત કોઈપણ જગ્યાએ 30 મિનિટથી વધુ સમય સુધી વિડિયો વેનના રોકાવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પંચે તમામ મુખ્ય ચૂંટણી અધિકારીઓને એક પત્ર જારી કર્યો છે અને રાજકીય પક્ષો દ્વારા વીડિયો વાનનો ઉપયોગ કરવા સંબંધિત માર્ગદર્શિકા જારી કરી છે. કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે ચૂંટણી પંચે રેલીઓ આયોજિત કરવા પરનો પ્રતિબંધ 31 જાન્યુઆરી સુધી લંબાવ્યો છે. જો કે, કમિશને શનિવારે કોવિડ પ્રોટોકોલને અનુસરીને વધુમાં વધુ 500 દર્શકોની હાજરીમાં વીડિયો વાન દ્વારા ખુલ્લી જગ્યાઓમાં પ્રચાર કરવાની મંજૂરી આપી હતી.