વલસાડઃ મોરા સુરવાડાના દરિયામાં ફરવા ગયેલા ચાર કોલેજિયન યુવક-યુવતીઓ તણાયા હતાં. જેમાંથી ચારેયના મૃતદેહ મળી આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, યુવક-યુવતીઓના મોતના પગલે પરિવારજનોએ દરિયા કિનારે અને હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કર્યાં હતાં.
વલસાડની એન.એચ.શાહ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ મોટા સુરવાડા ગામના દરિયામાં ફરવા માટે ગયા હતાં. વિદ્યાર્થીઓ જ્યારે દરિયામાં ગયા ત્યારે ઓટ હતી. દરિયામાં ટાપુ જેવા દેખાતા ડુંગર પર તેઓ બેઠા હતાં. ત્યાર બાદ અચાનક ભરતી આવી હતી. જેથી વિદ્યાર્થીઓ ત્યાંથી નીકળતી વખતે એક વિદ્યાર્થી તણાવા લાગ્યો હતો. જેને બચાવવા માટે અન્ય વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ ગયા પરંતુ તેઓ પણ તણાઈ ગયાં હતાં.
સ્થાનિકે જણાવ્યું હતું કે, પહેલો વિદ્યાર્થી તણાયો ત્યાં ખાડી અને દરિયાનું પાણી મિક્સ થતાં પ્રવાહ વધારે હતો. જેથી વિદ્યાર્થીઓ આ પાણીના પ્રવાહના સમજી શક્યા ન હોય તે રીતે તણાયા હતાં.
આશાસ્પદ ચાર યુવક-યુવતીઓના મોતના પગલે દરિયા કિનારે અને હોસ્પિટલના પીએમ રૂમની બહાર મૃતકોના પરિવાર જનોએ આક્રંદ કરી મુક્યું હતું. તહેવારોના દિવસોમાં તેમના પર આંચકો આવે તેમ સમાચાર મળ્યાં હોવાનું કહી રૂદન કરતાં હતાં.
વલસાડના દરિયામાં યુવતી-યુવક સહિત કોલેજના ચાર વિદ્યાર્થીઓ ન્હાવા માટે દરિયા પડ્યા પછી શું થયું? જાણીને ચોંકી જશો
abpasmita.in
Updated at:
02 Oct 2019 11:07 AM (IST)
યુવક-યુવતીઓના મોતના પગલે પરિવારજનોએ દરિયા કિનારે અને હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કર્યાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -