રાજ્યમાં તમામ જીલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જો ટકાવારી પ્રમાણે જોઇએ તો જામનગરમાં 181.22%, મોરબીમાં 178.05%, ભરુચમાં 175.86 %, કચ્છમાં 173.77 %, છોટાઉદેપુરમાં 171.63%, દેવભુમી દ્વારકામાં 165.53%, સુરેન્દ્રનગરમાં 155.74%, જુનાગઢમાં 150.11% વરસાદ નોંધાયો છે. રાજ્યનાં તમામ તાલુકામાં 10 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. 113 તાલુકામાં 40 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં તમામ જીલ્લામાં સરેરાશ 140.16% વરસાદ નોંધાયો છે.
જો રાજ્યનાં જળાશયોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતનાં 15 જળાશયોમાં 65 ટકા, મધ્ય ગુજરાતનાં 17 જળાશયોમાં 97.86 ટકા, દક્ષિણ ગુજરાતનાં 13 જળાશયોમાં 98.20 ટકા, કચ્છનાં 20 ડેમમાં 76.87 ટકા તેમજ સૌરાષ્ટ્રનાં 139 જળાશયોમાં 90 ટકા આમ રાજયમાં કુલ 204 જળાશયોમાં 92.35 ટકા પાણીનો જથ્થો હાલ છે. ગત વર્ષે 30 સપ્ટેમ્બરની સ્થિતિ માત્ર 54.99 ટકા પાણીનો જથ્થો સંગ્રાયેલો હતો. ત્યારે આ વખતે 92 ટકા પાણીનો જથ્થો છે.
પોરબંદર, ગીર સોમનાથ જૂનાગઢ, દ્રારકા, જામનગર, રાજકોટ, અમરેલીમાં ખેડૂતોને માંડવી રડાવી રહી છે તો વળી છોટા ઉદેપુર, ભરુચ, અરવલ્લિમાં પણ પાકને ભારે નુકસાન પહોંચી રહ્યુ છે.
ચોમાસાના વળતા પ્રવાસ શરૂ થાય એ માટે એન્ટિસાઇક્લૉનની પરિસ્થિતિ નિર્માણ થવી જરૂરી છે. આ પરિસ્થિતિ 6 ઓક્ટોબર સુધીમાં નિર્માણ થાય એવી શક્યતા જણાતી ન હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. જોકે, 7 ઓક્ટોબરે આવી પરિસ્થિતિ નિર્માણ થવાની શરૂઆત થઈ શકે છે.